Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં પ્રિ-મોન્સૂન સક્રિય, ધીમીધારે વરસાદ શરૂ:ગરમીથી રાહત, હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ

    8 hours ago

    મહીસાગર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. આજે સવારથી લુણાવાડા, સંતરામપુર અને ખાનપુર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા મહીસાગર જિલ્લામાં સવારથી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જે નાગરિકો માટે સુખદ અનુભવ રહ્યો. ગુજરાત હવામાન વિભાગે અગાઉ 30 મે થી 2 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ તેમજ સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ હવામાન પરિવર્તન જોવા મળી રહ્યું છે. આગાહી મુજબ, આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પણ મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની શરૂઆત થતાં સામાન્ય નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે અને આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જૈન સમાજ દ્વારા કરૂણા આયંબિલ અનુષ્ઠાન:ધર્મના નામે થતી પશુ હિંસા રોકવા અને સદબુદ્ધિ માટે આયોજન
    Next Article
    બારીમાંથી કપડાં સૂકવતા કરંટ લાગવાનો ડર‎:વ્યારામાં બિલ્ડિંગની દીવાલને અડીને 200 કેવીનું ટીસી મૂકતા રહીશોને જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment