Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાના કચરાના ટેમ્પોમાંથી શંકાસ્પદ ગૌમાંસના અવશેષો મળ્યા!:ટેમ્પો પાછળ બાઈક અથડાતા અકસ્માત થયો ને ભાંડો ફૂટ્યો, ભેસ્તાન પોલીસ કાફલો દોડી આવ્યો

    8 hours ago

    સુરતમાં શુક્રવારે(29મે) મોડી રાત્રે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકા (SMC)ની ડોર-ટુ-ડોર કચરો ઉઠાવતી સેવા સાથે સંકળાયેલા એક ટેમ્પો સાથે મોટરસાયકલ અથડાતા ગંભીર ઘટના સામે આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત સામાન્ય લાગતો હતો, પરંતુ અકસ્માત બાદ ટેમ્પોમાંથી જે રીતે શંકાસ્પદ જથ્થો નીચે પડ્યો, તેણે સ્થાનિક લોકો અને વહીવટી તંત્રના હોશ ઉડાવી દીધા છે. આ ટેમ્પોમાં શંકાસ્પદ ગૌમાંસ હોવાની આશંકા સેવાતા જ વાતાવરણ ગરમાઈ ગયું હતું. બાઈક કચરાના ટેમ્પોની પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો ભેસ્તાન પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાની કચરો એકત્રિત કરવાની સેવામાં કાર્યરત ટેમ્પો નંબર GJ-05-GV-3355 ભેસ્તાન ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક હોન્ડા યુનિકોન બાઈક નંબર GJ-05-SU-0375 આ ટેમ્પોના પાછળના ભાગે જોરદાર રીતે અથડાઈ હતી. બાઈક ટેમ્પોની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાંથી માંસના અવશેષો જાહેર રોડ પર પડ્યા અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોમાં ભરેલો સામાન રોડ પર ફંગોળાયો હતો. સામાન્ય રીતે કચરાના ટેમ્પોમાંથી સૂકો કે ભીનો કચરો નીકળતો હોય છે, પરંતુ આ અકસ્માત બાદ ટેમ્પોમાંથી અચાનક લોહીલુહાણ માંસના અવશેષો જાહેર રોડ પર પડી ગયા હતા, જેને જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. રોડ પર અવશેષો વેરાતા મામલો બિચક્યો અકસ્માત બાદ કચરાની ગાડીમાંથી રોડ પર પડેલા અવશેષો દેખાતા જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. રાત્રિના અંધારામાં પાલિકાના સત્તાવાર વાહનમાં આ પ્રકારે માંસના લોચા જોઈને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરો ઉપાડતા ટેમ્પોમાં આટલો મોટો માંસનો જથ્થો અને તે પણ શંકાસ્પદ ગૌમાંસ ક્યાંથી આવ્યું? આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને તુરંત જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. PI દેસાઈ સહિતનો પોલીસ કાફલો અને FSLની ટીમ ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતાને જોતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એસ.બી. દેસાઈ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસે તુરંત જ મોરચો સંભાળી લીધો હતો. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસે પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ રાત્રે જ સ્થળ પર બોલાવી લીધી હતી. FSLની ટીમે રોડ પરથી અને ટેમ્પોમાંથી શંકાસ્પદ માંસના સેમ્પલ લઈને તેને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે, જેથી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ શકે કે આ માંસ શેનું છે. કોન્ટ્રાક્ટરની પૂછપરછ અને મોડી રાત્રે ટેમ્પો ક્યાં જતો હતો તેની તપાસ શરૂ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ત્વરિત કાર્યવાહી કરતા સંબંધિત ડોર-ટુ-ડોર કચરા સેવાના કોન્ટ્રાક્ટરને પણ રાતોરાત ઘટનાસ્થળે તેડાવી લીધો હતો અને તેની કડક પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ટેમ્પો પાલિકાની સેવામાં હોવાનું કન્ફર્મ થયું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, મોડી રાત્રે આ ગાડી ક્યાંથી આવી રહી હતી અને આ શંકાસ્પદ અવશેષો તેમાં કોણે અને ક્યાંથી ભર્યા હતા? શું આ કોઈ મોટા નેટવર્કનો ભાગ છે કે પછી પાલિકાના વાહનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો? આ તમામ પાસાઓ પર ભેસ્તાન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. FSLના રિપોર્ટ બાદ આ મામલે સત્તાવાર ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં વાતાવરણ પલટાયું, હિંમતનગર-વડાલીમાં વરસાદી છાંટા:કાળા વાદળો ઘેરાયા, સવારે 2 MM વરસાદ નોંધાયો
    Next Article
    રાજપૂત સમાજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના વિજેતાઓનું સન્માન કર્યું:વસ્તડી ભવાની ધામ ખાતે સમાજની એકતા અને વિકાસ પર ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment