Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં વાતાવરણ પલટાયું, હિંમતનગર-વડાલીમાં વરસાદી છાંટા:કાળા વાદળો ઘેરાયા, સવારે 2 MM વરસાદ નોંધાયો

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. હિંમતનગર અને વડાલી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું, જેના કારણે બફારા બાદ ઠંડક પ્રસરી હતી. હિંમતનગર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કાંકણોલ, બેરણા અને બલવંતપુરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના છાંટાથી રસ્તાઓ ભીના થયા હતા, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. હિંમતનગરની જેમ વડાલી તાલુકામાં પણ હવામાનમાં ફેરફાર થયો હતો. વડાલી શહેર અને વડગામડા, થુરાવાસ જેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા પવન અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેનાથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર, હિંમતનગરમાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જોકે, થોડા સમય માટે ગરમીથી રાહત મળ્યા બાદ ફરી બફારો શરૂ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સિંહોનાં મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં:PCCF ભવાની પતીએ પ્રથમવખત ગીરથી પીપાવાવ સુધી જાતે નિરીક્ષણ કર્યું, તમામ રેન્જની ટીમ હાઈએલર્ટ
    Next Article
    પાલિકાના કચરાના ટેમ્પોમાંથી શંકાસ્પદ ગૌમાંસના અવશેષો મળ્યા!:ટેમ્પો પાછળ બાઈક અથડાતા અકસ્માત થયો ને ભાંડો ફૂટ્યો, ભેસ્તાન પોલીસ કાફલો દોડી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment