Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોનાં મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં:PCCF ભવાની પતીએ પ્રથમવખત ગીરથી પીપાવાવ સુધી જાતે નિરીક્ષણ કર્યું, તમામ રેન્જની ટીમ હાઈએલર્ટ

    9 hours ago

    ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ભવાની પતી છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિનું સીધું સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે. સિંહોના મોત બાદ વનવિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં PCCF ભવાની પતી મોડી રાતથી વહેલી સવાર સુધી અને દિવસભર સતત ફિલ્ડમાં દોડધામ કરી રહ્યા છે. રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈ વીડી વિસ્તાર સુધી તેમણે રાત્રિ અને વહેલી સવારે ફિલ્ડ વિઝિટ કરી હતી. તેઓ સિંહબાળ સાથેના ગ્રુપનું જાતે નિરીક્ષણ કરીને તેમની હેલ્થ અને મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. PCCF ભવાની પતીએ પ્રથમવખત ગીરથી પીપાવાવ સુધી જાતે નિરીક્ષણ કર્યું ગીર પૂર્વમાં થયેલા સિંહોના મોત બાદ પ્રથમવખત PCCF પોતે મેદાનમાં ઉતરતા સમગ્ર વિભાગમાં ગંભીરતા વધી છે. તમામ રેન્જમાં ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને એનિમલ કેર ટીમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. સિંહોની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર સતત નજર વન વિભાગ હાલ સિંહોની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર સતત નજર રાખી રહ્યું છે. ખાસ કરીને કોઈ વાયરસજન્ય ચેપ અથવા સંક્રમણના સંકેતો મળે તો તરત સેમ્પલિંગ અને સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ રેન્જની ટીમો હાઈએલર્ટ પર PCCF ભવાની પતીએ ધારી ગીર પૂર્વમાં આવેલ દલખાણીયા રેન્જ, હડાળા રેન્જ, ખાંભાના ભાણિયા સહિતના વિસ્તારોમાં સિંહબાળની વધુ ચકાસણી કરી હતી. તેમણે ધારીના આંબરડી સફારી પાર્કની હોસ્પિટલમાં પણ પહોંચીને તપાસ કરી હતી. આ ઉપરાંત, રાજુલાના ભેરાઈ-પીપાવાવ વિસ્તારમાં સિંહના ગ્રુપના તમામ વિસ્તારોમાં જાતે ચકાસણી કરવામાં આવી હતી. PCCF અધિકારીઓ સતત વનમંત્રી અર્જુન મોઢવાડીયાના સંપર્કમાં સિંહોના મોત બાદ PCCF ભવાની પતી અને ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલા સહિતના વરિષ્ઠ અધિકારીઓની ટીમ જંગલમાં ધામા નાખી રહી છે. સિંહોના સ્વાસ્થ્ય અને ગતિવિધિ અંગેની દૈનિક માહિતી PCCF જયપાલસિંહ રાઠોડ મેળવીને રાજ્ય સરકારના વનમંત્રી અર્જુન મોઢવાડીયાને રિપોર્ટ આપે છે. ----- આ પણ વાંચો જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહના મોત થયા છે. ત્યારે કુલ 22 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. દરમિયાન ગાંધીનગર પીસીસીએફ સહિતના દોડી ગયા છે. જ્યારે CF રામ રતન નાલા સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… 2018માં 29 સિંહનાં મોત થયા હતા સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નિપજ્યાં છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ:મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, ઉકળાટથી રાહત
    Next Article
    સાબરકાંઠામાં વાતાવરણ પલટાયું, હિંમતનગર-વડાલીમાં વરસાદી છાંટા:કાળા વાદળો ઘેરાયા, સવારે 2 MM વરસાદ નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment