Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ:મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, ઉકળાટથી રાહત

    8 hours ago

    અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડાસા, માલપુર, ભિલોડા તાલુકા તેમજ યાત્રાધામ શામળાજીમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ભિલોડાના વાશેરા કંપા અને સુનોખ, તથા મોડાસાના ઇસરી, જીતપુર અને જીવણપુર પંથકમાં પણ મેઘમહેર થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા. હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં 30 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરી હતી, જે મુજબ આજે વરસાદ વરસ્યો છે. અચાનક થયેલા વરસાદને કારણે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને સમગ્ર પંથકમાં શીતળતાનો અનુભવ થયો છે.
    Click here to Read More
    Previous Article
    Traditional handicrafts of Bihar
    Next Article
    સિંહોનાં મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં:PCCF ભવાની પતીએ પ્રથમવખત ગીરથી પીપાવાવ સુધી જાતે નિરીક્ષણ કર્યું, તમામ રેન્જની ટીમ હાઈએલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment