Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપૂત સમાજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના વિજેતાઓનું સન્માન કર્યું:વસ્તડી ભવાની ધામ ખાતે સમાજની એકતા અને વિકાસ પર ચર્ચા થઈ

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ નેશનલ હાઈવે પર આવેલા વસ્તડી ભવાની ધામ મંદિર ખાતે યોજાયો હતો. શ્રી વસ્તડી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા આ સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયી બનેલા રાજપૂત સમાજના પ્રતિનિધિઓનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતના 75 લાખથી વધુ કારડીયા રાજપૂત સમાજ માટે વસ્તડી ભવાની ધામ મંદિર એકતાના પ્રતિક તરીકે ઉભરી રહ્યું છે. કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, કાનભા રજોડા વાળા અને રેયાભાઈ રાઠોડ સહિતના મહાનુભાવોએ વિજેતા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમાજના પ્રતિનિધિઓને જાહેર જીવનમાં સક્રિય રહી લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, સંગઠન અને વિકાસના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે વિધાનસભામાં પહોંચવાની હાકલ "જય ભવાની"ના નારા સાથે ગુંજી ઉઠી હતી.અંતમાં, વસ્તડી રાજપૂત સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાલિકાના કચરાના ટેમ્પોમાંથી શંકાસ્પદ ગૌમાંસના અવશેષો મળ્યા!:ટેમ્પો પાછળ બાઈક અથડાતા અકસ્માત થયો ને ભાંડો ફૂટ્યો, ભેસ્તાન પોલીસ કાફલો દોડી આવ્યો
    Next Article
    North Gujarat Heavy Rain Live | ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ | Monsoon | Gujarat Varsad Live

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment