Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમની ટીમે મામલો થાળે પાડ્યો:પત્નીને પતિની ધમકી, તને નથી રાખવી,મારું ઘર ભાડે આપીને હું બીજે રહેવા જતો રહીશ

    2 weeks ago

    માંજલપુરમાં રહેતી પરિણીતાને તેને પતિ પિયર જવા દેતો નહોતો અને જાય તો ગેરવર્તણૂક કરતો હતો. 2 દિવસ અગાઉ બાળકને લઈ પરિણીતા પિયર ગઈ હતી અને તેનો પતિ બહાર ફરવા ગયો હતો. તે પછી પરિણીતા ઘરે આવી ત્યારે તેને ધમકી આપી હતી કે, તને રાખવી નથી, તારો સામાન પેક કર, તને પિયર પહોંચાડી દઉંં છું. આ ઘર મારું છે એટલે ભાડે મકાન આપી હું બીજે રહેવા જતો રહીશ. જેથી પરિણીતાએ અભયમની મદદ લેતાં ટીમે સમાધાન કરાવ્યું હતું. માંજલપુરમાં રહેતી મહિલાએ અભયમને કૉલ કરી કહ્યું કે, 3 વર્ષ પહેલાં મારા લગ્ન થયાં હતાં. જે બાદ 2 વર્ષનો દીકરો પણ છે. મારે કામ માટે પિયર જવું પડતું હોય છે, જે બાબતે મારો પતિ ઝઘડો કર્યા કરે છે અને ગેરવર્તણૂક કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે, પતિ બહાર ફરવા ગયા હોવાથી હું પિયર ગઈ હતી. ત્યાંથી પરત આવી ત્યારે પતિએ ધમકી આપી કે, તારા નામનું ઘર નથી,તારો હક્ક નથી. જેથી અભયમે મહિલાના ઘરે પહોંચીને પતિને પત્નીના હક્ક વિશે સમજાવી કડક કાર્યવાહીની ચીમકી આપતાં પતિએ ભૂલ કબૂલી સમાધાન કર્યું હતું. પતિ વ્યસન કરીને છૂટાછેડાની ધમકી આપતો હતો અભયમની ટીમને મહિલાએ જણાવ્યું કે, 1 મહિનાથી તે વ્યસન કરીને ઘરે આવે છે. તેના કારણે 2 વર્ષના બાળક પર પણ ખરાબ અસર પડે છે. એટલે એક મહિના અગાઉ પતિ ઘરે વ્યસન કરીને આવ્યા હતા. જેથી મેં તેઓને વ્યસન ન કરવા કહ્યું હતું. જેથી તેમણે મારી સાથે મારામારી કરી હતી અને છૂટાછેડાની ધમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવિકો ભાવવિભોર:યાત્રાધામ બેટના દ્વારકાધીશજી મંદિરે આંબા મનોરથ, હજારો ભાવિકોએ દર્શન લાભ લીધો
    Next Article
    આપઘાત કરનાર યુવકનો વિડીયો આવતા ચકચાર:મોરબીમાં યુવાને પત્ની, બે સાળા, પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યાનો વિડીયોમાં દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment