Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવિકો ભાવવિભોર:યાત્રાધામ બેટના દ્વારકાધીશજી મંદિરે આંબા મનોરથ, હજારો ભાવિકોએ દર્શન લાભ લીધો

    13 hours ago

    પવિત્ર અધિક પુરૂષોત્તમ માસ દરમિયાન યાત્રાધામ બેટ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશ મંદિરમાં વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોની શ્રેણી ઉજવાઈ રહી છે. આ ધાર્મિક આયોજનના ભાગરૂપે અધિક સુદ એકાદશીના પાવન દિવસે મંદિરમાં ભવ્ય આંબા મનોરથ દર્શન યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. એકાદશીના પાવન પર્વ પ્રસંગે ભગવાન દ્વારકાધીશજી સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આંબા મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહને તાજા આંબાના ફળોથી આકર્ષક રીતે સજાવવામાં આવતા સમગ્ર મંદિર પરિસરમાં અનોખી ભક્તિમય છટા છવાઈ ગઈ હતી. ઠાકોરજીના આ અલૌકિક શણગાર અને દિવ્ય દર્શન કરવા માટે સ્થાનિક તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અધિક પુરૂષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, પૂજા અને દર્શનનું વિશેષ મહાત્મ્યમાનવામાં આવતું હોવાથી ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન દરમિયાન સમગ્ર મંદિર પરિસર “જય દ્વારકાધીશ”ના ગુંજતા જયઘોષથી ભક્તિમય બની ઉઠ્યું હતું. ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લઈ આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની અનુભૂતિ વ્યક્ત કરી હતી. સેતુના નિર્માણ બાદ યાત્રાળુઓનો ધસારો... ઓખાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા સુદર્શન સેતુના નિર્માણ બાદ છેલ્લા વર્ષોમાં યાત્રાળુઓની સંખ્યમાં ખાસ્સો વધારો જોવા મળે છે.ખાસ કરી અધિક માસ સાથે ઉનાળુ વેકેશનના બેવડા સમન્વયના કારણે હાલ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી રહયા છે.
    Click here to Read More
    Previous Article
    The true origin of ‘cowboys’
    Next Article
    અભયમની ટીમે મામલો થાળે પાડ્યો:પત્નીને પતિની ધમકી, તને નથી રાખવી,મારું ઘર ભાડે આપીને હું બીજે રહેવા જતો રહીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment