Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાત કરનાર યુવકનો વિડીયો આવતા ચકચાર:મોરબીમાં યુવાને પત્ની, બે સાળા, પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યાનો વિડીયોમાં દાવો

    11 hours ago

    મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા યુવાન દિલીપભાઈ જંજવાડીયા નામના યુવાને ગત તા 27 એપ્રિલના રોજ આપઘાત કરી લીધો હતો જે તે સમયે તેના ભાઈ રાજેશભાઈ જીંજવાડીયાએ પોલીસ મથકમાં મૃતકની પત્ની અને તેના કથિત પ્રેમી સામે આશંકા સેવી હતી. જો કે પોલીસે જે તે વખતે પુરાવા લઇ આવો તેમ કહેતા માત્ર એડી દાખલ થઇ હતી. બાદમાં મૃતકનો મોબાઈલ તપાસ કરતા તેમાં આપઘાત પૂર્વેના ત્રણ અલગ અલગ વિડીયો સામે આવ્યા હતા, જેમાં મૃતક દિલીપ તેની પત્ની સજનબેન તેમજ તેના એક કથિત પ્રેમી વિક્રમના ત્રાસથી પગલું ભરવા મજબુર બન્યા હોવાનું જણાવ્યું હતું. મૃતકે વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે પત્ની અને તેનો પ્રેમી તેને મિલકતમાંથી નીકળી જવાનું કહી ધમકી આપે છે. અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં બચી જતા પરિવારની આબરૂ ન જાય તે માટે હું અકસ્માતે પડી ગયો હતો તેમ જણાવ્યું હતું. જો કે સતત વધતા ત્રાસને કારણે હવે મરવા મજબુર બન્યો છું તેમ વીડિયોમાં જણાવ્યું છે. આપઘાતના 15 દિવસ બાદ મૃતકના ભાઈ રાજેશભાઈએ આ વિડીયો પોલીસને સોંપીને ફરિયાદ નોંધવા જણાવ્યું હતું જે બાદ પોલીસે માત્ર સજનબેન અને વિક્રમ હમીરપરા સામે જ ફરિયાદ નોંધી હતી અને હજુ સુધી તેમને પકડ્યા નથી. અમે આ બાબતે અગાઉ રેન્જ આઈજી તેમજ એસપીને લેખિત ફરિયાદ આપી છે. જેમાં પોલીસ દિલીપના બે સાળા સામે પણ ફરિયાદ નોંધવા અને તમામ ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે સાથોસાથ પોલીસ આ ફરિયાદમાં ગંભીર બની તમામ સામે કડક કાર્યવાહી કરે તેવી માગણી કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    અભયમની ટીમે મામલો થાળે પાડ્યો:પત્નીને પતિની ધમકી, તને નથી રાખવી,મારું ઘર ભાડે આપીને હું બીજે રહેવા જતો રહીશ
    Next Article
    "India Powerful, Modernising Military With High-End Ops": Top Trump Aide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment