Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોની યોજના પર પાણી ફરી વળ્યું:ગોધરામાં ઉત્તરના મુસાફરો માટે શરૂ કરેલી ટિકિટ બારી ફ્લોપ

    19 hours ago

    ઉત્તર વિભાગની જનતાને રેલવે સ્ટેશન સુધી લાંબા ન થવું પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા 20 મેના રોજ આર.પી.એફ. બેરેક પાસે નવી જનરલ ટિકિટ બારી શરૂ કરાઈ હતી. શરૂઆતના 10 દિવસમાં જ યોજના ફ્લોપ શો સાબિત થઈ છે. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે અહીં માત્ર ₹10ની એક જ ટિકિટ વેચાઈ હતી. 10 દિવસમાં કુલ 265 ટિકિટ વેચાઈ. રેલવેને માંડ ₹20,930ની આવક થઈ છે. મુખ્ય સ્ટેશન પર રોજની 1200 ટિકિટ વેચાય છે. નવી ઓફિસે દૈનિક સરેરાશ માત્ર 26 ટિકિટ નોંધાઈ છે. આ સ્થિતિ પાછળ તંત્રની અણઆવડત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બસ સ્ટેન્ડથી સિંદુરી માતા મંદિર વાળો મુખ્ય માર્ગ સદંતર તૂટી ગયો છે. મસમોટા ખાડાઓથી રસ્તો જર્જરિત બન્યો છે. શહેરા ભાગોળ રેલવે અંડરપાસની કામગીરી લાંબા સમયથી કાચબા ગતિએ ચાલે છે. સ્થિતિ બંધ જેવી છે. આ ભૌગોલિક અવરોધો કારણે મુસાફરો નવી બારી સુધી પહોંચી શકતા નથી. રેલવે પ્રશાસને ઉત્તર વિસ્તારમાં બુકિંગ ઓફિસ ખોલી દીધી. પરંત યોગ્ય રસ્તાના અભાવે નવી ટિકિટ બારી શોભાના ગાંઠિયા સમાન બની છે. તંત્રના પાપે રેલવેની કરોડોની યોજના પર પાણી ફરી વળ્યું છે. પ્રચાર શૂન્ય, સમય મર્યાદિત! ​ રેલવેએ કરોડોના ખર્ચે ઓફિસ તો ઊભી કરી પણ સ્થાનિક સ્તરે તેનો કોઈ પ્રચાર ન કર્યો, જેથી હજારો નાગરિકો આ સુવિધાથી અજાણ છે. વધુમાં, ઓફિસનો સમય માત્ર સવારે 5.30 થી બપોરે 1.30 સુધીનો જ હોવાથી સાંજ કે રાત્રે મુસાફરી કરતા નોકરીયાત અને શ્રમિક વર્ગને તેનો કોઈ લાભ મળતો નથી. જો સમય વધારવામાં આવે અને રસ્તા સુધરે તો જ આ યોજના સફળ થશે.
    Click here to Read More
    Previous Article
    'સેવા એ જ પરમો ધર્મ':હાલોલ બાયપાસથી જતા બે સરકારી પશુ ચિકિત્સકો ઘાયલ ગાયની મદદે પહોંચ્યા
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાનમના કોતરમાં જૂના ચેકડેમથી માત્ર 50 ફૂટ જ દૂર બીજો ચેકડેમ મંજૂર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment