Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સેવા એ જ પરમો ધર્મ':હાલોલ બાયપાસથી જતા બે સરકારી પશુ ચિકિત્સકો ઘાયલ ગાયની મદદે પહોંચ્યા

    18 hours ago

    ‘સેવા એ જ પરમો ધર્મ છે’, અને જ્યારે આ સેવા કોઈ અસહાય અને પશુ તરફ વળે ત્યારે માનવતા સાચા અર્થમાં સાર્થક થાય છે. હાલોલ બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલા એક અજ્ઞાત વાહને ગાયને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાય રસ્તાની વચ્ચે જ ઘાયલ હાલતમાં અસહ્ય વેદનાથી તરફડી રહી હતી. અનેક વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ કોઈનું ધ્યાન એની વેદના પર જતું ન હતું. પરંતુ એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી (MVD)ના તબીબો ડૉ.ઉર્વશી અને ડૉ.શૈશવની નજર કણસતી ગાય પર પડી હતી. બંને ડૉક્ટરોએ તુરંત જ પોતાની ગાડી ઊભી રાખી દીધી હતી. તેમણે 1962 પશુ હેલ્પલાઇન એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. એમ્બ્યુલન્સ આવે તે પહેલા ડૉક્ટરોને પશુની સેવા કરતા જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય સ્થાનિક નાગરિકો પણ મદદે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ આવતા જ ડૉક્ટરોની ટીમે રાહદારીઓના સહયોગથી ઇજાગ્રસ્ત ગાયને સ્થળ પર જ તાત્કાલિક ઉપચાર આપવાનું શરૂ કર્યું હતું. તબીબોની કુશળ સારવાર અને લોકોના સહિયારા પ્રયાસોથી ગંભીર રીતે ઘાયલ ગાયનો જીવ બચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:ગોધરા રેલવે યાર્ડ ખાતે જૂના સ્લીપર્સના સ્થાને 391 વાઇડ - બેઝ સ્લીપર્સ નાખ્યા
    Next Article
    કરોડોની યોજના પર પાણી ફરી વળ્યું:ગોધરામાં ઉત્તરના મુસાફરો માટે શરૂ કરેલી ટિકિટ બારી ફ્લોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment