Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:ગોધરા રેલવે યાર્ડ ખાતે જૂના સ્લીપર્સના સ્થાને 391 વાઇડ - બેઝ સ્લીપર્સ નાખ્યા

    17 hours ago

    રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત, આધુનિક , સુરક્ષિત બનાવવાના હેતુથી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરાઇ છે. ગોધરા યાર્ડ ખાતે સર્વગ્રાહી યાર્ડ સુધારણા અને ડ્રેનેજ સિસ્ટમનું અત્યંત મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી લેવાયું છે. રેલવે વિભાગ દ્વારા ગોધરા યાર્ડમાં ડાઉન મેઈન લાઈન પર વિશેષ મેગા બ્લોક લેવામાં આવ્યો હતો. આ બ્લોક દરમિયાન પોઈન્ટ નંબર 121, 115, 109, 106 પર સર્વગ્રાહી જાળવણી હાથ ધરી હતી. ટેક્નિકલ ટીમ દ્વારા કુલ 350 PC સ્લીપર્સનું સંપૂર્ણ નવિનીકરણ કર્યું હતું. આ સાથે જ એમકે-V ERC, લાઇનર અને રબર પેડ સાથે સંપૂર્ણ ફિટિંગ બદલવાની સાથે સ્લીપર સ્પેસિંગ અને સ્લીપર સ્ક્વેરિંગનું કામ પણ પુર્ણ કરાયું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ આધુનિકીકરણમાં જુના સામાન્ય સ્લીપરોના સ્થાને 391 વાઇડ-બેઝ સ્લીપર્સ નાખ્યા છે. તદુપરાંત 78 સ્લીપર્સનું ડીપ સ્ક્રિનીંગ કરીને 350 મીમી બેલાસ્ટ કુશન સુનિશ્ચિત કરાયું હતું. હતું. વાઇડ - બેઝ સ્લીપર્સનો ફાયદો રેલવે ટ્રેકની મજબૂતાઈનો આધાર તેના સ્લીપર્સ પર હોય છે. જૂના સામાન્ય સ્લીપર્સની સરખામણીએ 391 વાઇડ-બેઝ સ્લીપર્સ ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ આધુનિક અને સુરક્ષિત છે. જે નીચેથી વધુ પહોળા હોય છે, જેના કારણે ટ્રેનનું વજન પથ્થરો (બેલાસ્ટ) પર સરખે ભાગે વહેંચાઈ જાય છે અને ટ્રેક સ્થિર રહે છે. આ સ્લીપર્સ ભારે હોવાથી ટ્રેક પોતાની જગ્યા પરથી ખસતો નથી, જે હાઈ-સ્પીડ ટ્રેનો માટે અનિવાર્ય છે. તથા પાટાની પકડને લાંબા સમય સુધી જાળવી રાખે છે, જેથી વારંવાર રિપેરિંગ કરવાની જરૂર પડતી નથી. વધુમાં આ સ્લીપર્સ ટ્રેનની ધ્રુજારી અને અવાજને શોષી લે છે, જેથી મુસાફરોને ઝટકા વગરની આરામદાયક સફર મળે.
    Click here to Read More
    Previous Article
    હથિયારધારાના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:જોરાવરનગર પોલીસે દેશી પિસ્તોલ સાથે પકડ્યો
    Next Article
    'સેવા એ જ પરમો ધર્મ':હાલોલ બાયપાસથી જતા બે સરકારી પશુ ચિકિત્સકો ઘાયલ ગાયની મદદે પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment