Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હથિયારધારાના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:જોરાવરનગર પોલીસે દેશી પિસ્તોલ સાથે પકડ્યો

    12 hours ago

    રાજકોટ રેન્જ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તથા શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જોરાવરનગર પોલીસે હથિયારધારાના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. જોરાવરનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી. પ્રો. મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી કરનકુમાર પન્નાની સૂચના મુજબ, અગાઉ હથિયાર સાથે પકડાયેલા ઇસમોની પૂછપરછ કરીને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાની ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ ઓપરેશન જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ પકડાયેલા આરોપી ઇમરાન ઉર્ફે ઇરફાન રહીમભાઇ જેડાએ આપેલી બાતમીના આધારે પોલીસે આ સફળતા મેળવી. ઝડપાયેલા આરોપીનું નામ બ્રિજરાજસિંહ લખધીરસિંહ જાડેજા (ઉંમર: 30 વર્ષ, ધંધો: ખેતી) છે. તે હડમતીયા (જંક્શન), દરબારવાસ, તા. પડધરી, જિ. રાજકોટનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી આશરે ₹40,000/- ની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ જપ્ત કરી છે. ગેરકાયદેસર અને લાયસન્સ વગરનું હથિયાર કબજે કરી, આરોપી વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી-મહીસાગરમાં ધોધમાર વરસાદ, 6 દિવસ વાતાવરણ તોફાની રહેશે:આજે 11 જિલ્લામાં આગાહી, રાજકોટના તાપમાનમાં એકઝાટકે 3.7°નો ઘટાડો; ખેડૂતો પાક-ઘાસચારો સાચવી લેજો
    Next Article
    કામગીરી:ગોધરા રેલવે યાર્ડ ખાતે જૂના સ્લીપર્સના સ્થાને 391 વાઇડ - બેઝ સ્લીપર્સ નાખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment