Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્મીનારાયણ મંદિરમાંથી દાનપેટી ચોરી કરનાર બે શખસ ઝડપાયા:મોડી રાત્રીના શેઠનું બાઈક લઈ ચોરી કરવા પહોચ્યા હતા, પોલીસે મુદ્દામાલ સાથે દબોચ્યા

    1 day ago

    શહેરના ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલા ઐતિહાસિક લક્ષ્મીનારાયણ મંદિરમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે થયેલી દાનપેટીની ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે બાતમીના આધારે માધવહિલ પાછળના ભાગેથી બાઈક સાથે ઉભેલા બે રીઢા શખ્સોને દાનપેટીમાંથી ચોરેલી રોકડ રકમ ₹૭,૨૫૦ અને બાઈક મળી કુલ ₹૩૭,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. માધવહિલ પાછળથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયા મળતી વિગતો મુજબ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા બે શખ્સો તખ્તેશ્વર મંદિરની દીવાલ પાસે, માધવ હિલની પાછળ એક બાઈક (નંબર GJ-04-EB-3080) સાથે ઉભા છે અને તેમની પાસે મોટી રકમની રોકડ છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડીને ત્યાં ઊભેલા સલમાન ઉર્ફે મોદી અફઝલભાઈ જાકા અને ઈજાન ઉર્ફે બાબા ફિરોજભાઈ શેખ (બંને રહે. ભાવનગર)ને આંતરી લીધા હતા. તેમની તલાશી લેતા કાયદેસરના આધાર વગરના ₹7,250 રોકડા મળી આવ્યા હતા. શેઠનું બાઈક લઈને આવ્યા અને પેચિયાથી દાનપેટી તોડી ઝડપાયેલા શખ્સોની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મુખ્ય આરોપી ઈજાન ઉર્ફે બાબાએ કબૂલાત કરી હતી કે, ગત 28 મેની મોડી રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં તેઓ તેમના શેઠનું સ્પ્લેન્ડર બાઈક લઈને ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ચોરી કરવાના ઈરાદે પહોંચ્યા હતા. ષડયંત્ર મુજબ, સલમાન ઉર્ફે મોદી માયા ટ્રાવેલ્સ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક બાઈક ચાલુ રાખીને વોચમાં ઊભો રહ્યો હતો. જ્યારે ઈજાન ઉર્ફે બાબાએ મંદિરમાં ઘૂસીને દાનપેટી (તિજોરી) ની ચોરી કરી હતી. ત્યારબાદ તે દાનપેટીને બાજુમાં આવેલા રામવાડી કોમ્પ્લેક્સની એક બંધ દુકાન પાસે લઈ ગયો હતો અને ત્યાં પેચિયા (ડિસ્મિસ) વડે તિજોરી તોડી તેમાંથી નીકળેલા ₹7250 રોકડા કાઢી બંને પોતપોતાના ઘરે ભાગી ગયા હતા. નિલમબાગ પોલીસને સોંપાયા કાનૂની પગલાં આ ચોરી અંગે પીડિત મંદિર પ્રશાસન દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એલસીબીએ શંકાસ્પદ મુદ્દામાલ તરીકે બાઈક (કિંમત ₹30,000) અને રોકડ જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આગળની વધુ કાનૂની તપાસ અને રિમાન્ડની પ્રક્રિયા માટે બંને તસ્કરોને નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રીને ચેક બાઉન્સ કેસમાં સજા:કોર્ટે 1 વર્ષની જેલ અને રૂ. 7.5 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો
    Next Article
    સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન:AMC દ્વારા 1થી 5 જૂન સાબરમતી નદીની સફાઈ કરવામાં આવશે, બીજા વર્ષે પણ સફાઈ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment