Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન:AMC દ્વારા 1થી 5 જૂન સાબરમતી નદીની સફાઈ કરવામાં આવશે, બીજા વર્ષે પણ સફાઈ અભિયાન

    1 day ago

    સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજા રિપેર કરવાના હોવાથી સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે, ત્યારે નદીને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે નદીની સફાઈ માટે 5 દિવસીય 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. 1 જૂનથી 5 જૂન, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટના વિવિધ ઘાટ અને આસપાસના વિસ્તારોમાં હાથ ધરાશે. અભિયાનનો પ્રારંભ 1 જૂને સવારે 7 વાગ્યે ગાંધી આશ્રમ પાછળ આવેલા રિવરફ્રન્ટ વિસ્તારમાંથી કરવામાં આવશે. કાર્યક્રમમાં મેયર ઉપસ્થિત રહેશે. 945 મેટ્રિક ટન કચરો દૂર કરાયો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે પણ સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 15 મેથી 5 જૂન સુધી 20 દિવસ માટેની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન દરમિયાન નદીમાંથી આશરે 945 મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. 5 જૂને સરદારબ્રિજ અને અટલ બ્રિજ પાસે સફાઈ કામગીરી આ માટે AMC દ્વારા નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ તબક્કાવાર સફાઈ હાથ ધરાશે. 1 જૂને ગાંધી આશ્રમ અને સુભાષબ્રિજ વિસ્તાર, 2 જૂને વાડજ અને દધિચી બ્રિજ વિસ્તાર, 3 જૂને ઉસ્માનપુરા અને માસ્તર કોલોની વિસ્તાર, 4 જૂને વલ્લભસદન તથા અટલ ઘાટ વિસ્તાર અને 5 જૂને સરદારબ્રિજ તથા અટલ બ્રિજ આસપાસ સફાઈ કામગીરી થશે. ઓનલાઈન નોંધણી અને હેલ્પડેસ્કની વ્યવસ્થા અભિયાનમાં સામાજિક સંસ્થાઓ, એનજીઓ, GIHED CREDAI, શાળા-કોલેજો તેમજ નાગરિકોને જોડવા માટે ઓનલાઈન નોંધણી અને હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. સફાઈ માટે જરૂરી સાધનસામગ્રી, વાહનો અને કીટો સેન્ટ્રલ વર્કશોપ તથા સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાબરમતી નદીને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા અપીલ એટલું જ નહીં શ્રમદાન માટે આવતા નાગરિકો અને સ્ટાફ માટે ઝોનવાઇઝ AMTS બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્થળ પર મેડિકલ ટીમ, ફર્સ્ટ એઈડ કિઓસ્ક, પીવાનું પાણી, છાશ અને મોબાઇલ ટોયલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પોલીસ, ફાયર વિભાગ, સુરક્ષા ટીમ, CNCD વિભાગ તથા લાઇટ-ડેકોરેશન વિભાગને પણ કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવી છે. AMCએ નગરજનોને ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહાઅભિયાનમાં જોડાઈ સાબરમતી નદીને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્મીનારાયણ મંદિરમાંથી દાનપેટી ચોરી કરનાર બે શખસ ઝડપાયા:મોડી રાત્રીના શેઠનું બાઈક લઈ ચોરી કરવા પહોચ્યા હતા, પોલીસે મુદ્દામાલ સાથે દબોચ્યા
    Next Article
    બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી:7.60 લાખનો મુદ્દામાલ જપ્ત, ગાડી ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment