Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી:7.60 લાખનો મુદ્દામાલ જપ્ત, ગાડી ચાલક ફરાર

    1 day ago

    બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધાનેરા નજીક ભાંજણા ખાતેથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક હ્યુન્ડાઈ વર્ના ગાડીમાંથી રૂ. 2,60,040/- ની કિંમતની 1176 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે. વાહન સહિત કુલ રૂ. 7,60,040/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જોકે ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) દ્વારા રાજસ્થાન સરહદેથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના આધારે, LCB, પાલનપુરના પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ. રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેકટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોને દારૂબંધી બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કાર્યવાહી કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. LCB ટીમને નેનાવા ગામ તરફથી નંબર પ્લેટ વગરની સફેદ હ્યુન્ડાઈ વર્ના ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ભાંજણા ગામ નજીક રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી હતી. પોલીસે ગાડીનો પીછો કરતા, ચાલક ભાંજણા ગામની સીમમાં ગાડી મૂકીને ભાગી ગયો હતો. ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. 2,60,040/- ની કિંમતની 1176 બોટલ વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા. ગાડી સહિત કુલ રૂ. 7,60,040/- નો મુદ્દામાલ જપ્ત કરી, ફરાર થયેલા ઈસમ સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન:AMC દ્વારા 1થી 5 જૂન સાબરમતી નદીની સફાઈ કરવામાં આવશે, બીજા વર્ષે પણ સફાઈ અભિયાન
    Next Article
    MP Geniben Thakor threatens Vav police | વાવ પોલીસને સાંસદ ગેનીબેન ઠાકોરે આપી ધમકી | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment