Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષા ઇસરાનીને શ્રીલંકામાં ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો:મહીસાગરના વીરપુરની મહિલાએ કેક આર્ટમાં વૈશ્વિક સ્તરે બહુમાન મેળવ્યું

    2 weeks ago

    મહીસાગર જિલ્લાના વીરપુરની હર્ષા ઇસરાનીએ શ્રીલંકાના કોલંબો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 'ઇન્ટરનેશનલ એવોર્ડ' જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે 'કેક પેઇન્ટિંગ - વેડિંગ કેક કેટેગરી' માં આ બહુમાન મેળવ્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં હર્ષા ઇસરાનીએ પોતાની પરંપરાગત રાજસ્થાની પિછવાઈ પેઇન્ટિંગ કલાથી સુશોભિત આકર્ષક વેડિંગ કેક રજૂ કરી હતી. તેમની આ કલાકૃતિ નિર્ણાયકોને ખૂબ પસંદ આવી હતી, જેના પરિણામે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા. હર્ષા ઇસરાનીએ દસ વર્ષ પહેલાં પોતાના ઘરના રસોડામાંથી હોમ-બેકિંગ અને કેક બનાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં મર્યાદિત સંસાધનો હોવા છતાં, તેમણે કલા અને ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કર્યું ન હતું. તેમની અથાક મહેનત, શીખવાની ધગશ અને કેક આર્ટ પ્રત્યેના સમર્પણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવી છે. આંતરરાષ્ટ્રીય એવોર્ડ પહેલાં પણ હર્ષા ઇસરાનીએ રાષ્ટ્રીય સ્તરે કેક આર્ટ અને બેકિંગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. તેમણે ગોલ્ડ એવોર્ડ, સિલ્વર એવોર્ડ અને 'સિંધી નારી રતન એવોર્ડ' જેવા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત કર્યા છે. હર્ષા ઇસરાનીની આ વૈશ્વિક સિદ્ધિ બદલ તેમને વ્યાપક અભિનંદન મળી રહ્યા છે. તેમની આ સફર ગુજરાતની નારીશક્તિના સામર્થ્યનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરી ફોર્મમાં OBC માટે અલગ કોલમની માંગ:પંચમહાલમાં બક્ષીપંચ સમાજે અધિક કલેક્ટરને રજૂઆત કરી
    Next Article
    ​મેના અંતમાં કાળઝાળ ગરમી:સતત બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર, સમી સાંજ સુધી 30 કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફેંકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment