Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા,જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે સેન્સ શરૂ:રાજકોટમાં મેયર પદ માટે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજને પ્રભુત્વ મળશે, OBC કોર્પોરેટરો દ્વારા ડે.મેયર અને સ્ટેન્ડિંગ માટે માંગણી કરાઈ

    2 days ago

    • જિલ્લા પંચાયતના પ્રમુખ પદ પર કોંગ્રેસમાંથી આવેલા અર્જુન ખાટરીયાનું નામ મોખરે રાજકોટ મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પદાધિકારીઓની નિમણુંક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નિરીક્ષકો દ્વારા મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે ચૂંટાયેલા નગરસેવકોની સેન્સ લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર પદ પર સામાન્ય અનામત કારણે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહ છે માટે OBC સમાજના ચૂંટાયેલા નગરસેવકો દ્વારા ડેપ્યુટી મેયર પદ માટે સેન્સ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે OBC પુરુષ અનામત હોવાથી ત્યાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન ખાટરીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પદાધિકારીઓ માટેની સેન્સ પ્રક્રિયા રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે. પ્રદેશના નિરીક્ષકો નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશભાઈ ઓડેદરા રાજકોટ આવી ચૂંટાયેલા નગરસેવકો તેમજ તેમના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીને સાંભળી તેમની સેન્સ સ્વુકારી રહ્યા છે જે પ્રક્રિયા આજે દિવસ દરમિયાન ચાલશે અને તમામ 18 વોર્ડની સેન્સ પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તમામનો બાયોડેટા પ્રદેશ મવડી મંડળ સમક્ષ રજૂ કરશે અને આગામી સપ્તાહ દરમિયાન પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકાના હોદેદારો માટે બ્રાહ્મણ સમાજમાંથી પરેશ ઠાકર, નેહલ શુકલા, મનીષ ભટ્ટનું નામ મોખરે છે જયારે પાટીદાર સમાજમાંથી દિલીપ લુણાગરિયા, પરેશ પીપળીયા, કેતન પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. OBC સમાજમાંથી ઘનશ્યામ હેરભા, જાનકીબેન કાટોડિયા, પ્રદિપ ડવ, નિલેશ હેરભા અને કાળું કુગશીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત લોહાણા સમાજની નારાજગીને ધ્યાનમાં રાખી લોહાણા સમાજના મહિલા કોર્પોરેટર વર્ષાબેન પાંધી, નીતાબેન લાલ અને દક્ષાબેન વસાણીને કોઈ એક પદમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ આજે અને આવતીકાલ એમ બે દિવસ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા ચાલવાની છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સ લેવામાં આવી રહી છે. પ્રદેશના નિરીક્ષક રાકેશ શાહ, કૌશલ્યકુંવરબા અને રાજેન્દ્ર પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ માટે આ વખતે OBC પુરુષ અનામત હોવાથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન ખાટરીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જેઓ છેલ્લી 5 ટર્મથી સતત કોટડાસાંગાણી બેઠક પરથી ચૂંટાઈ આવે છે અને વિપક્ષનેતા પણ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પાર્ટીએ મેન્ડેટમાં બદલાવ કરી છેલ્લી ઘડીએ તેમને મેન્ડેટ આપ્યું હતું. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લા ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત 36 માંથી 34 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠક પર જીત મેળવી છે ત્યારે પ્રદેશમાંથી નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લેવા માટે આવ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂક માટે આ સેન્સ લેવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ દોઢ મહિનાથી વધુ ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; 3 બાઈક કિમ-કોસંબા રોડ પરથી મળી
    Next Article
    મહેસાણા બી-ડિવિઝન પોલીસનો 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ:સાયબર ફ્રોડનું રિફંડ અને મોબાઈલ મળીને રૂ. 5.12 લાખની મતા મૂળ માલિકોને પરત સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment