Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા બી-ડિવિઝન પોલીસનો 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ:સાયબર ફ્રોડનું રિફંડ અને મોબાઈલ મળીને રૂ. 5.12 લાખની મતા મૂળ માલિકોને પરત સોંપાઈ

    4 days ago

    મહેસાણાના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો અને મોબાઈલ ગુમાવનાર અરજદારો માટે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને મુદ્દામાલ પરત કરાયો છે. પોલીસની સઘન કામગીરી અને ટેકનિકલ તપાસના પરિણામે લાખો રૂપિયાનું રિફંડ અને ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. 9 અરજદારોના બેંક ખાતામાં 2.65 લાખનું રિફંડ પરત છેલ્લા એક માસ દરમિયાન NCCRP પોર્ટલ પર નોંધાયેલી સાયબર ક્રાઈમની અરજીઓની ખંતપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ એક્સપર્ટની મદદથી 9 જેટલા અરજદારોના બેંક ખાતામાં કુલ રૂ. 2,65,800 જેટલી રકમનું રિફંડ પરત લાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કામગીરીમાં અનિલભાઈ કાપરીને રૂ. 90,000 અને હિતેન શાહને રૂ. 68,000 જેવી મોટી રકમ પરત મળતા તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુમ થયેલા 10 મોંઘાદાટ મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા બીજી તરફ સર્વેલન્સ સ્કોડ અને સાયબર એક્સપર્ટ દ્વારા CEIR પોર્ટલની મદદથી ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરીને વિવિધ સ્થળોએથી ગુમ થયેલા 10 જેટલા મોંઘાદાટ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. પરત મેળવેલા ફોનમાં રૂ. 61,999ની કિંમતનો વિવો X90 અને વિવો V-40 જેવા પ્રીમિયમ હેન્ડસેટનો સમાવેશ થાય છે, જેની કુલ બજાર કિંમત રૂ. 2,46,393 જેટલી થાય છે. આમ મહેસાણા બી-ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડનું રિફંડ અને મોબાઈલ મળી કુલ રૂ. 5,12,193ની મતા પરત અપાવી નાગરિકોના ચહેરા પર સ્મિત લાવી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસની આ ત્વરિત અને પરિણામલક્ષી કામગીરીને સમગ્ર મહેસાણા પંથકમાં બિરદાવવામાં આવી રહી છે. આ સફળ કામગીરી ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.આર. પટેલ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપા,જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે સેન્સ શરૂ:રાજકોટમાં મેયર પદ માટે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજને પ્રભુત્વ મળશે, OBC કોર્પોરેટરો દ્વારા ડે.મેયર અને સ્ટેન્ડિંગ માટે માંગણી કરાઈ
    Next Article
    હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં પરિણામ જાહેર:1345 વિદ્યાર્થીને માર્કશીટ અપાઈ, ઉનાળુ વેકેશન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment