Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુરખા ગામ એક મહિનાથી પાણીથી વંચિત:વિફરેલી મહિલાઓએ ખાલી બેડા સાથે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી વિરોધ કર્યો; પોલીસ બંદોબસ્ત

    1 day ago

    બોટાદના તુરખા ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યાને કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. ગામની મહિલાઓએ ખાલી બેડા સાથે 'પાણી આપો'ના સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમણે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. મામલાની ગંભીરતાને જોતા પાળીયાદ પોલીસે ગ્રામ પંચાયત કચેરીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તુરખા ગામના સરપંચ મનહર માતરિયાએ પાણી પુરવઠો ખોરવાવા પાછળના કારણો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે બોટાદથી મોઢુકા લાઇન મારફતે આવતો પાણી પુરવઠો બંધ થવાથી મુશ્કેલી સર્જાઈ છે. સરપંચના જણાવ્યા અનુસાર, નવી તુરખા-રંગપર જોઈન્ટ યોજનાની પાઇપલાઇનના ટેસ્ટિંગ દરમિયાન લીકેજ સામે આવ્યું હતું, જેના કારણે રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. ઉપરાંત, ગામના સંપ વચ્ચેની લાઇનમાં પણ લીકેજ થતાં પાંચથી છ દિવસ પાણી પુરવઠો ખોરવાયો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. સરપંચ મનહર માતરિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગામમાં અનેક વિકાસના કામો થયા હોવા છતાં રાજકીય ઇશારે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ સિન્ડિકેટ સભ્ય મનન દાણીને ગુજરાત યુનિ.એ દિલ્હી મોકલતા વિવાદ:ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ડેલીગેશનમાં મોકલીને વિદ્યાર્થીઓના પૈસે સુવિધાઓ અપાતી હોવાનો દાવો
    Next Article
    પ્રવેશ પરીક્ષાને લઈ વિદ્યાર્થી નેતા મેદાને:MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ એક્ઝામના નામે 20 લાખની કમાણી; વિદ્યાર્થી નેતા માંગ કે તેનો યોગ્ય ઉપયોગ થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment