Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ સિન્ડિકેટ સભ્ય મનન દાણીને ગુજરાત યુનિ.એ દિલ્હી મોકલતા વિવાદ:ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ડેલીગેશનમાં મોકલીને વિદ્યાર્થીઓના પૈસે સુવિધાઓ અપાતી હોવાનો દાવો

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના પૈસાનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મનન દાણીની સિન્ડિકેટની ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અન્ય સિન્ડિકેટ સભ્ય સાથે દિલ્હી ફરવા લઈ ગયા હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ખર્ચ કરવા રૂપિયા નથી જ્યાં બીજી તરફ એફડી તોડીને ફ્લાઇટની ટિકિટ, હોટેલની ભાડું, ગાડીના ખર્ચની ચૂકવણી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કુલપતિની ટર્મ પૂર્ણ થાય છે જેથી આવા સિન્ડિકેટ સભ્યોને સાથે રાખી પોતાની ભલામણ કરવા લઈ જતા હોવાનો પણ NSUIએ આક્ષેપ કર્યો છે. મનન દાણીને અપાતી સુવિઘાઓ અંગે NSUIએ કુલપતિ પાસે જવાબ માગ્યો ગુજરાત યુનિવર્સિટીનું એક ડેલીગેશન અત્યારે દિલ્હી ગયું છે. જેમાં અન્ય સિન્ડિકેટ સભ્ય સાથે મનન દાણીનો પણ ફોટો સામે આવતા વિવાદ ઉભો થયો છે. મનન દાણી ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય હતા પરંતુ, 5 મે,2026ના તેમની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે છતાં ગુજરાત યુનિવર્સિટીના ડેલીગેશનમાં અન્ય સિન્ડિકેટ સભ્યો સાથે દિલ્હી લઈ જવામાં આવતા NSUIએ સવાલો ઉઠાવ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય હોવા છતાં મનન દાણીને આટલી સુખ સુવિધા કેમ આપવામાં આવી રહી છે, તેને લઈને કુલપતિ પાસે જવાબ માંગ્યો છે. વિદ્યાર્થીઓના પૈસાથી પૂર્વ EC મેમ્બરને દિલ્હી મોકલવાના આવતા NSUI દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ડેલિગેશનમાં યુનિવર્સિટી EC મેમ્બર સિવાયના 4થી 5 લોકો હોવાનો કુલપતિએ દાવો કર્યો છે. વિદ્યાર્થીઓના પૈસે નિવૃત્ત EC મેમ્બરને ખર્ચો કરીને મોકલવાનું કારણ શું? ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, જે ગુજરાત યુનિવર્સિટીના EC મેમ્બર રહી ચૂકેલા મનન દાણી કે જેની ટર્મ પૂર્ણ થઈ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના ખર્ચે ફ્લાઈટમાં આવવા જવા માટે અને ત્યાં રહેવા જમવા અને હોટલની તમામ વ્યવસ્થાઓ ગુજરાતી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. અમે કુલપતિને પૂછવા માંગીએ છીએ કે, જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા છે તે પૈસાથી આવા નિવૃત્ત EC મેમ્બરને ખર્ચો કરીને મોકલવાનું કારણ શું ? હોસ્ટેલોમાં ખર્ચો કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પાસે પૈસા નથી. પરંતુ મનન દાણી જેવા લોકોને વિમાનમાં કુલપતિ પાસે પૂરતા પૈસા હોય તેવુ મને લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓના પૈસે તાઈફા કરતા લોકોનો અમે સખત વિરોધ કરીએ છીએ વધુમાં નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, મનન દાણીની ટર્મ પૂર્ણ થઈ ગઇ હોવા છતાં દિલ્હી સિન્ડિકેટ સભ્ય સાથે લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના માતા-પિતાના પરસેવાના પૈસા છે તેનો આ રીતે વેડફાડ કેમ કરવામાં આવે છે ? એફડી તોડીને આ રીતે ખોટા ખર્ચ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં નહીં પરંતુ EC મેમ્બરોને ફરવા માટે રૂપિયા વેડફાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના પૈસે તાઈફા કરતા લોકોનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કુલપતિની ટર્મ પૂર્ણ થાય છે જેથી આવા સિન્ડિકેટ સભ્યોને સાથે રાખી પોતાની ભલામણ કરવા માટે અને સારી લાગવાગ કરવા માટે કુલપતિ પોતાના સ્વાર્થ માટે આ લોકોને લઈ ગયા હતા એવું અમારું માનવું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, એક ડેલિગેશન અત્યારે દિલ્હીમાં છે તે રશિયન યુનિવર્સિટીનો એજ્યુકેશન ફેર આવ્યો હોવાથી ત્યાં ગયું છે. તેમાં સ્કૂલ ઓફ સાયન્સના ડીન અને ડાયરેક્ટર પણ ગયા છે. તેમજ કેટલાક EC મેમ્બર જેની ટર્મ ચાલુ છે એવા લોકો પણ છે અને સાથે-સાથે મનન દાણી પણ તેમની સાથે ત્યાં ગયા છે. મનન દાણીએ ગુજરાત યુનિવર્સિટીની 76 વર્ષથી હિસ્ટ્રી પબ્લિસ કરીને યુનિવર્સિટી કોફી ટેબલ બુક તૈયાર કરી છે. જેથી કોમન ડેલીગેશનમાં તેમને મોકલવામાં આવ્યા છે. જુદી જુદી ઇન્ફર્મેશનને લગતી માહિતી રજૂ કરી શકે તે માટે ડેલીગેશન મોકલવામાં આવ્યું છે. યુનિવર્સિટી EC મેમ્બર સિવાયના 4થી 5 લોકોને પણ મોકલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બાવકા PHC ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ભવ્ય ઉજવણી:દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓ માટે જાગૃતિ અભિયાનનું આયોજન
    Next Article
    તુરખા ગામ એક મહિનાથી પાણીથી વંચિત:વિફરેલી મહિલાઓએ ખાલી બેડા સાથે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી વિરોધ કર્યો; પોલીસ બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment