Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MS યુનિ.ની પૂર્વ વિદ્યાર્થિની પર યુવકનું દુષ્કર્મ:ન્યૂડ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, 20 તોલા સોનું પણ પડાવ્યું; રાજસ્થાનમાં ફરિયાદ નોંધાયા બાદ ગોત્રીમાં ટ્રાન્સફર કરાતા આરોપીની ધરપકડ

    18 hours ago

    વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ગોત્રી વિસ્તારમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારીને યુવકે ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે ગોત્રી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2023માં યુવક સાથે વિદ્યાર્થિનીનો સંપર્ક થયો હતો પીડિત યુવતી અને 24 વર્ષીય આરોપી વાસુદેવ જસારામ સુથાર (રહે.ગોકુલનગર, ગોત્રી) વર્ષ 2023માં એમ.એસ.યુનિવર્સિટીમાં બી.કોમ.ના અભ્યાસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવક વિદ્યાર્થિનીને ગોત્રીમાં પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ અંગત પળોના ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ આ ફોટો-વીડિયોના આધારે બ્લેકમેઈલ કરી આરોપીએ યુવતી પાસે ₹10 લાખની માંગણી કરી હતી અને લગ્ન પ્રસંગ દરમિયાન યુવતી પાસેથી 20 તોલા સોનાના દાગીના બળજબરીથી કઢાવી લીધા હતા. લગ્ન બાદ પણ યુવતીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી ત્યારબાદ વિદ્યાર્થિનીના લગ્ન થઈ ગયા હતા. લગ્ન થવા છતાં આરોપીએ તેને ધમકાવીને રાજસ્થાન અને અમદાવાદમાં પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ ઘટનાને પગલે યુવતીના લગ્ન જીવનમાં પણ વિવાદ ઊભો થયો હતો. જેને પગલે યુવતીએ આ મામલે આખરે રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાન પોલીસે ગુનો નોંધીને કેસ ગોત્રી પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કર્યો હતો. જેને પગલે ગોત્રી પોલીસે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. ગોત્રી પોલીસે આરોપી વાસુદેવ સુથારની ધરપકડ કરી હતી અને વડોદરા કોર્ટમાં રજૂ કરતા તેના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. યુવતી દ્વારા લગાવવામાં આવેલા 20 તોલા દાગીના પડાવી લેવાના આક્ષેપો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ ફસાયા:6 ઇંચનું કાણું પાડીને પાઇપથી હવા પહોંચાડવામાં આવી રહી છે; અત્યાર સુધીમાં 691 મૃત્યુ
    Next Article
    2 LaGuardia Air Traffic Controllers Left Work Early Before Crash: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment