Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજીરામાં અદાણી પોર્ટના કોન્ટ્રાક્ટ બેઝ ક્રેન ઓપરેટરોની હડતાળ:ઈન ફ્યુચર તકલીફ પડશેની ધમકી આપી હોવાનો પોલીસ પર આક્ષેપ, સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત

    1 day ago

    ઔદ્યોગિક હબ ગણાતા સુરતના હજીરા વિસ્તારમાં અદાણી પોર્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ કામ કરતા આશરે 80થી 90 ક્રેન ઓપરેટરો પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવા માટે 25 મેથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓની આ આકસ્મિક સ્ટ્રાઈકને કારણે પોર્ટ પર કામગીરીને મોટી અસર પહોંચી છે અને અંદાજે 22 વિશાળ ક્રેન સદંતર બંધ થઈ ગઈ છે. પોતાના હક્ક માટે લડી રહેલા આ શ્રમિકોનો આક્ષેપ છે કે છેલ્લા 5થી 6 મહિનાથી તેઓ કંપની પ્રશાસનને શાંતિપૂર્ણ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા માત્ર ખોટા વાયદા અને તારીખો જ આપવામાં આવી રહી છે. જેને કારણે આખરે હડતાલનું હથિયાર ઉગામવાની ફરજ પડી છે. હડતાલ સમેટી લેવા પોલીસ દ્વારા દબાણનો ક્રેન ઓપરેટરોનો આક્ષેપ આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે હડતાલ પરના કર્મચારીઓએ પોલીસ પ્રશાસન સામે મોરચો ખોલ્યો. ક્રેન ઓપરેટરોના જણાવ્યા અનુસાર, કંપનીના કોન્ટ્રાકટરો સાથે મિલીભગત કરીને સ્થાનિક હજીરા પોલીસ સ્ટેશન અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) દ્વારા આ હડતાલને સમેટી લેવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા હડતાલ સમેટી લેવા સતત ટેલિફોનિક અને રૂબરૂ બોલાવીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પોલીસ કામદારો પર એવું દબાણ કરી રહી છે કે, 'તમે નોકરી પર પાછા ફરી જાવ, તમારી બાકીની માંગણીઓ વિશે કંપની પછીથી વિચારશે.' પોલીસની આ પક્ષપાતી ભૂમિકાથી શ્રમિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. "ઇન ફ્યુચર તકલીફ પડશે"ની ધમકી આપતી પોલીસની ઓડિયો ક્લિપ વાયરલ કર્મચારીઓએ માત્ર આક્ષેપો જ નથી કર્યા પરંતુ પોતાની વાતને સાબિત કરવા માટે એક ઓડિયો પુરાવો પણ રજૂ કર્યો છે. કંપનીમાં કામ કરતા ઓપરેટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, 'અમને પોલીસ તરફથી સતત ફોન આવી રહ્યા છે. ફોન પર પોલીસ અધિકારીઓ અમને ડરાવતા ધમકાવતા કહી રહ્યા છે કે— ભાઈ, તમે અત્યારે આ કામ ચાલુ કરી દેજો, નહીંતર ઇન ફ્યુચર (ભવિષ્યમાં) તમને મોટી તકલીફ પડી શકે છે.' દીપક પટેલની આગેવાનીમાં સુરત પોલીસ કમિશનરને રજૂઆત આજે તમામ પીડિત ક્રેન ઓપરેટરો ચોર્યાસી તાલુકા પંચાયતના સભ્ય અને 'શ્રી હજીરા કાંઠા મંડળી'ના પ્રમુખ દીપક પટેલની આગેવાનીમાં સુરત પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. દીપક પટેલે કર્મચારીઓ વતી પોલીસ કમિશનરને સમગ્ર મામલાની વિગતવાર લેખિત રજૂઆત સોંપી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરે હજીરા-ઈચ્છાપોરના પીઆઈ ભેગા મળીને કાયદેસરની હડતાલને ગેરકાયદે રીતે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીપીએ આ બાબતે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. શું છે ક્રેન ઓપરેટરોની મુખ્ય માંગ? નિયમ મુજબ અઠવાડિયામાં 208 કલાક કામ કરવાનું હોય છે, પરંતુ તેમની પાસે 240 કલાક મજૂરોની જેમ કામ કરાવવામાં આવે છે અને આ વધારાના કામનું કોઈ 'ઓવરટાઇમ'ભથ્થું પણ અપાતું નથી. કર્મચારીઓને અઠવાડિયામાં યોગ્ય આરામ માટે કમ્પલસરી ઓફ (રજાઓ) જોઈએ વર્ષોથી અટકેલો પગાર વધારો તાકીદે કરવામાં આવે વાર્ષિક ઈન્સેન્ટિવ, દિવાળી બોનસ અને લાયકાત મુજબ પ્રમોશન આપવામાં આવે
    Click here to Read More
    Previous Article
    પ્રવેશ પરીક્ષાને લઈ વિદ્યાર્થી નેતા મેદાને:MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ એક્ઝામના નામે 20 લાખની કમાણી; વિદ્યાર્થી નેતા માંગ કે તેનો યોગ્ય ઉપયોગ થાય
    Next Article
    Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment