Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીએનજી ભાવવધારા સામે રિક્ષાચાલકોની ભારે નારાજગી:ભરૂચમાં એસોસિએશન અને મુસાફરોએ સરકારને ભાવ ઘટાડવા કરી રજૂઆત

    1 day ago

    ભરૂચ જિલ્લામાં સીએનજી ગેસના ભાવમાં સતત વધારાને કારણે રિક્ષાચાલકો અને સામાન્ય મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ભાવવધારાથી રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે, અને રોજિંદી મુસાફરી કરતા સામાન્ય વર્ગમાં પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિક રિક્ષાચાલકો અને મુસાફરોએ સરકાર પાસે ગેસના ભાવ ઘટાડવા માટે ઉગ્ર માગ કરી છે. જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબીદ મિર્ઝાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં આશરે 22000 રિક્ષાચાલકો તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. સીએનજીના સતત વધતા ભાવોને કારણે તેમની આર્થિક પરિસ્થિતિ કથળી છે. તેમણે ઉમેર્યું કે, દર બે મહિને ગેસના ભાવમાં 2 થી 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. મિર્ઝાએ ગુજરાત સરકારને અપીલ કરી છે કે રિક્ષાચાલકોના પરિવારો અને બાળકોના ભણતરને ધ્યાનમાં રાખીને સીએનજી ગેસનો ભાવ અગાઉની જેમ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે. આનાથી 22,000 પરિવારોને મોટી રાહત મળી શકશે. એક સ્થાનિક રિક્ષાચાલક મકબૂલભાઈએ પોતાની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે, મોટાભાગના રિક્ષાચાલકો લોન અને હપ્તા પર રિક્ષા લાવ્યા છે. ગેસના ભાવ વધવાને કારણે રિક્ષાના હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યા છે. તેમણે કહ્યું કે, જો તેઓ મુસાફરો પાસેથી પાંચ રૂપિયા વધુ ભાડું માંગે છે, તો મુસાફરો ઝઘડો કરવા તૈયાર થઈ જાય છે. આખો દિવસ રિક્ષા ફેરવ્યા પછી પણ હાથમાં કંઈ બચતું નથી. મકબૂલભાઈએ સરકારને વિનંતી કરી છે કે કાં તો ગેસના ભાવ ઘટાડવામાં આવે અથવા તો સત્તાવાર રીતે રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે. બીજી તરફ, રોજિંદી મુસાફરી કરતા મુસાફર મહેન્દ્રભાઈએ સામાન્ય જનતાની સમસ્યાઓ રજૂ કરી. તેમણે જણાવ્યું કે, મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની માસિક આવક માંડ 9,000 થી 10,000 રૂપિયા હોય છે. તેમાંથી 4,000 થી 5,000 રૂપિયા માત્ર રોજિંદા આવાગમનના રિક્ષા ભાડામાં જ ખર્ચાઈ જાય તો ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બને છે. મહેન્દ્રભાઈએ ઉમેર્યું કે, રિક્ષાચાલકો ગેસના ભાવવધારાને કારણે મજબૂર છે અને મુસાફરો મર્યાદિત આવકને કારણે પરેશાન છે.તેમણે સરકારને તાત્કાલિક ધોરણે સીએનજી ના ભાવ ઘટાડીને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા અપીલ કરી. ભરૂચના રિક્ષાચાલકો અને સામાન્ય મુસાફરો બંને સીએનજી ગેસના ભાવ પર અંકુશ લાવવા માટે સરકાર પાસે એકસૂરે માગ કરી રહ્યા છે. જો સરકાર દ્વારા આ બાબતે વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    અનગઢ ગામમાં મોટી દુર્ઘટના:નિર્માણધીન મકાનમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે મોટરમાંથી વીજ કરંટ લાગતાં 34 વર્ષીય યુવકનું મોત
    Next Article
    યુવકને નિર્વસ્ત્ર કરી માર મારવાના કેસના આરોપીએ 10% વ્યાજ વસૂલ્યું:વ્યાજની રકમ સમયસર ન ચૂકવાતા પ્રતિકે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી, વિકાસે ધમકી આપી; 'તારું મર્ડર કરાવી દઈશ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment