Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં જગન્નાથ રથયાત્રા પૂર્વે પોલીસનું ફ્લેગમાર્ચ:34મી રથયાત્રા આવતીકાલે યોજાશે, કાયદો અને વ્યવસ્થા જાળવવા રૂટનું નિરીક્ષણ કરાયું

    1 day ago

    રાજપીપળામાં ભગવાન જગન્નાથજીની 34મી રથયાત્રા પૂર્વે નર્મદા પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી. આ ફ્લેગમાર્ચ રાજપીપળા ટાઉનના જાહેર માર્ગો પર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. આ રથયાત્રા આજે બપોરે 3 વાગ્યે સ્ટેશન રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિરથી શરૂ થશે. તે લાલ ટાવર, દરબાર રોડ, કાછિયાવાડ અને માછીવાડ ગેટ થઈને ફરી સ્ટેશન રોડ પર આવશે અને અંતે રણછોડજી મંદિરે પહોંચશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, રાજકીય આગેવાનો અને સાધુ-સંતો જોડાશે. જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડાબરાલની સૂચનાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાના માર્ગદર્શન હેઠળ LCB પી.આઈ. આર.જે. ચૌધરી, SOG પી.આઈ. કે.એ. વાળા, ટાઉન પી.આઈ. એસ.કે. ગામીત, પી.એસ.આઈ. સી.ડી. પટેલ અને એમ.બી. વાળા સહિત પોલીસ જવાનો તથા હોમગાર્ડ કમાન્ડર હરનીશ રાવ તેમની ટીમ સાથે આ ફ્લેગમાર્ચમાં જોડાયા હતા. પોલીસ ટીમે સમગ્ર રથયાત્રાના રૂટ પર પગપાળા ચાલીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસે બીલીમોરામાં સેવાકાર્ય:ભાજપ મહિલા મોરચાએ હોસ્પિટલમાં દર્દીઓને ફળ-બિસ્કિટનું વિતરણ કર્યું
    Next Article
    વલસાડમાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ:ખેડૂતોના પાકનો રિયલ ટાઈમ ડેટા સીધો કેન્દ્ર સરકાર સુધી પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment