Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ:ખેડૂતોના પાકનો રિયલ ટાઈમ ડેટા સીધો કેન્દ્ર સરકાર સુધી પહોંચશે

    1 day ago

    વલસાડ જિલ્લામાં વર્ષ 2026-27ની ખરીફ ઋતુ માટે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ખેડૂતોના પાકનું ડિજિટલ દસ્તાવેજીકરણ થશે. આનાથી વાવેતરનો રિયલ ટાઈમ ડેટા સીધો કેન્દ્ર સરકાર સુધી પહોંચશે. આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્ય અને કેન્દ્ર સરકારને પાક વાવેતર, પાકના પ્રકાર અને સિંચાઈ સહિતની માહિતી ત્વરિત ઉપલબ્ધ કરાવવાનો છે. જિલ્લાના તમામ સાત તાલુકામાં પસંદ કરાયેલા સર્વેયરો દ્વારા ખેતીલાયક જમીનના દરેક સર્વે નંબર પર જઈને મોબાઇલ એપ્લિકેશન મારફતે પાકનો ફોટા સહિત ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાના VLE, VCE, ફાર્મર ફ્રેન્ડ અથવા ટેક્નોલોજીનું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓને સર્વેયર તરીકે પસંદ કરાયા છે. સર્વે પૂર્ણ થયા બાદ ગામના તલાટી દ્વારા તેની મંજૂરી અપાશે, જ્યારે ગ્રામસેવક દ્વારા સર્વેનું વેરિફિકેશન કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે ભારત સરકારે ખાસ એગ્રીસ્ટેક મોબાઇલ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી જ પાકનું નામ, સિંચાઈનો પ્રકાર, વાવેતરની સ્થિતિ સહિતની વિગતો સાથે ફોટોગ્રાફ અપલોડ કરવામાં આવશે. ટેક્નોલોજીમાં પારંગત ખેડૂત અથવા અન્ય કોઈપણ વ્યક્તિ પણ આ એપ્લિકેશન દ્વારા સર્વેની કામગીરીમાં જોડાઈ શકે છે. જિલ્લા ખેતી વિભાગના જણાવ્યા મુજબ, દરેક સર્વે નંબર માટે ડિજિટલ ક્રોપ સર્વેની ડેટા એન્ટ્રી બદલ પ્રતિ પાક રૂ. 10 મહેનતાણું ચૂકવવામાં આવશે. જો એકથી વધુ પાકની નોંધણી થશે તો વધુમાં વધુ પ્રતિ સર્વે નંબર રૂ. 12 મહેનતાણું આપવામાં આવશે. આ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી 16 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 સુધી, એટલે કે કુલ 45 દિવસ દરમિયાન હાથ ધરાશે. ખેડૂતોને સર્વેયરોને જરૂરી માહિતી અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે, જેથી જિલ્લામાં પાકનું ચોક્કસ અને સમયસર ડિજિટલ રેકોર્ડ તૈયાર થઈ શકે. ડિજિટલ ક્રોપ સર્વે અંગે વધુ માહિતી મેળવવા અથવા સર્વેની કામગીરીમાં જોડાવા ઇચ્છુક ખેડૂતોએ પોતાના તાલુકાની મદદનીશ ખેતી નિયામક કચેરી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), વલસાડની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. જિલ્લા ખેતી વિભાગે તમામ ખેડૂતોને આ અભિયાનમાં સહભાગી બની સરકારના કૃષિ ડિજિટલાઇઝેશનના પ્રયાસને સફળ બનાવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં જગન્નાથ રથયાત્રા પૂર્વે પોલીસનું ફ્લેગમાર્ચ:34મી રથયાત્રા આવતીકાલે યોજાશે, કાયદો અને વ્યવસ્થા જાળવવા રૂટનું નિરીક્ષણ કરાયું
    Next Article
    ગઢડામાં ૩૩મી રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ:શાંતિપૂર્ણ આયોજન માટે ફ્લેગ માર્ચ અને રિહર્સલ યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment