Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયર સહિતનાં પદાધિકારીઓ લોકોની વ્હારે આવ્યા:રાજકોટ મનપાનાં જન્મ-મરણ વિભાગની ઓચિંતી મુલાકાત લીધી, અરજદારો માટે પાણી, છાંયડા અને બેસવાની વ્યવસ્થા કરવા આદેશ

    2 दिन पहले

    રાજકોટ મહાપાલિકાના જન્મ-મરણ અને વેરા વસુલાત વિભાગમાં આજે નવનિયુક્ત મેયર નેહલ શુકલ તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. આજે કચેરી ખુલતાની સાથે મેયરે સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં અનેક અરજદારો કાળઝાળ ગરમી અને તડકામાં લાઈનોમાં ઉભા રહીને હેરાન થતા જોવા મળ્યા હતા. અરજદારોની આ હાલાકી જોઈને મેયર ખૂબ નારાજ થયા હતા અને તેમણે સ્થળ પર જ હાજર ડેપ્યુટી કમિશનર ચેતનભાઈ નંદાણીને બોલાવી અરજદારો માટે પાણી, છાંયડા અને બેસવા માટે ખુરશી સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા માટેનો કડક આદેશ આપ્યો હતો. મેયરે ત્યાં સુધી તાકીદ કરી હતી કે જ્યાં સુધી આ તમામ વ્યવસ્થાઓ પુરી નહીં થાય ત્યાં સુધી ડેપ્યુટી કમિશનરે જન્મ-મરણ વિભાગ છોડવો નહીં. મેયરે આપેલા આદેશ બાદ સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. આદેશના 1 કલાક બાદ મેયર નેહલ શુકલે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણાને સાથે રાખીને ફરીથી સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓની જાતે ચકાસણી કરી હતી. આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર, ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી, સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાંચના મેનેજર અને જન્મ-મરણ વિભાગના સુપરવાઈઝર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી વ્યવસ્થા સતત જળવાઈ રહે અને કામગીરી સુપેરે ચાલે તે માટે શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ આગામી 1 સપ્તાહ સુધી આ કામગીરી પર સતત નજર રાખશે. અરજદારોની સુવિધા માટે લેવાયેલા મહત્વના નિર્ણયો અરજદારોને લાંબી પ્રતિક્ષા ન કરવી પડે અને ગરમીમાં હેરાનગતિ ન થાય તે માટે મેયર દ્વારા વહીવટી પ્રક્રિયામાં નીચે મુજબના મહત્વના સુધારા કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેમાં દૈનિક ટોકન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. અને જન્મ-મરણના દાખલાઓ માટે હવેથી દરરોજ 70 ટોકન આપવામાં આવશે. જે લોકોને ટોકન લીધા બાદ તે દિવસે વારો ન આવ્યો હોય, તેમને બીજા દિવસે કામગીરીમાં પ્રથમ અગ્રતા પણ આપવામાં આવશે જેથી તેમનો સમય બગડે નહીં. આ ઉપરાંત ઓફલાઇન અરજી સ્વીકારવાનો નિર્ણય પણ લેવાયો છે. જેમાં નામ સુધારણા સહિત ઓફલાઇન કામગીરી માટે આવતા અરજદારો પાસેથી અરજીઓ જમા લઈ લેવામાં આવશે અને કામ પૂરું થયા બાદ તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. એટલું જ નહીં અહીં પીવાના પાણીની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. જે અંતર્ગત કચેરીમાં હાજર અરજદારોનાં માટે દર અડધી કલાકે પીવાના પાણી પહોંચાડવામાં આવશે. આ મામલે મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, હાલમાં જન્મ-મરણની કામગીરી કેન્દ્ર સરકારના પોર્ટલ સાથે જોડાયેલી હોવાથી અરજદારોને લાંબી પ્રતિક્ષા કરવી પડે છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આઈડી (ID) વધારવામાં ન આવે ત્યાં સુધી અરજદારોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે અધિકારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં અમે બેવડી દિશામાં કામ કરી રહ્યા છીએ. એક તરફ ઓનલાઇન પોર્ટલની ઝડપ વધારવાનો પ્રયાસ ચાલુ છે, તો બીજી તરફ જ્યાં સુધી કાયમી સોલ્યુશન ન આવે ત્યાં સુધી અહીં આવતા લોકોને છાંયડો, ખુરશી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. કોઈ પણ અરજદારે તડકામાં શેકાવું ન પડે તે અમારી પ્રાથમિકતા છે. આ મામલે દંડક સંજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અરજદારોની સુવિધા માટે સિવિક સેન્ટરમાં તાત્કાલિક ધોરણે જરૂરી ફેરફારો કરવા માટે સૂચનાઓ આપી છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને સિવિક સેન્ટરમાં બંધ પડેલા ફ્રીજને સાફ કરાવીને તાત્કાલિક શરૂ કરાવી દેવાયા છે, તેમજ પીવાના પાણીની વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે પણ ઓર્ડર આપી દેવાયો છે. આ ઉપરાંત સિવિક સેન્ટરમાં અરજદારોને બેસવા માટે પૂરતી ખુરશી કે બેન્ચની વ્યવસ્થા ન હોવાથી, તાકીદે બેઠક વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અરજદારોનો ધસારો ઓછો કરવા અને કામગીરી ઝડપી બનાવવા માટે આગામી અઠવાડિયા કે 15 દિવસ સુધી બે શિફ્ટમાં કામગીરી ચાલુ રાખવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. લોકોએ અને પાર્ટીએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના ભાગરૂપે અમે લોકોની સુવિધા માટે સતત કાર્યરત છીએ. સિવિક સેન્ટરમાં આવતા કોઈપણ અરજદારને હાલાકી ન પડે અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ અરજદારો સાથે ઉદ્ધત કે તોછડું વર્તન ન કરે તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ સમગ્ર કામગીરીનું મારા દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણ વિભાગમાં સર્વરનો પ્રશ્ન હોવાથી છેલ્લા ચાર દિવસથી લોકો ભારે હાલાકી સહન કરી રહ્યા હતા. શાળાઓ અને કોલેજોમાં એડમિશનનાં માટે જરૂરી જન્મનાં દાખલા મેળવવા લોકોએ કલાકો હેરાન થવું પડે છે. જ્યાં બેસવાની કે પાણીની કોઈપણ વ્યવસ્થા ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગેની જાણકારી મળતા આજે ચાર્જ સંભાળતાની સાથે જ મેયર નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓએ ઓચિંતી મુલાકાત લીધી હતી. અને લોકોની સુવિધાઓ વધારવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ આવનારા સમયમાં લાઈનો ઓછી થાય તે માટે પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. જોકે હકીકતમાં લાઈનો ક્યારે ઓછી થશે તે આવનારો સમય જ બતાવશે. પરંતુ પદાધિકારીઓની મુલાકાત બાદ જે સુવિધા મળી તેનાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના નવા પદાધિકારીઓએ વડવાળા દેવના દર્શન કર્યા:પ્રજાલક્ષી કાર્યો માટે સંતોના આશીર્વાદ મેળવી પ્રાર્થના કરી
    Next Article
    VIP કલ્ચર છોડી નવનિયુક્ત મેયરની સ્કૂટર પર સવારી:ગીતા મકવાણા પ્રથમ દિવસે પતિ સાથે ટુ-વ્હીલર પર પાલિકા કચેરી પહોંચ્યા, ડેપ્યુટી મેયરે સરકારી વાહનનો જ ઉપયોગ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment