Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના નવા પદાધિકારીઓએ વડવાળા દેવના દર્શન કર્યા:પ્રજાલક્ષી કાર્યો માટે સંતોના આશીર્વાદ મેળવી પ્રાર્થના કરી

    2 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ દુધરેજ સ્થિત જગપ્રસિદ્ધ વડવાળાધામની મુલાકાત લીધી હતી. મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, પક્ષના નેતા પિન્ટુબેન અસાણીયા અને દંડક સ્વાતિબેન માંડલીયા સહિતના આગેવાનોએ વડવાળા દેવના દર્શન કર્યા હતા. આ પાવન અવસરે પદાધિકારીઓએ પૂજ્ય કોઠારી મુકુંદરામબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે પ્રજાલક્ષી કાર્યો કરવાની નેમ સાથે સૌના સુખ, સમૃદ્ધિ અને શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ અને સંજયભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂજ્ય સંતોના આશીર્વાદ અને જનસેવાના સંકલ્પ સાથે સુરેન્દ્રનગરના વિકાસ માટે સતત કાર્યરત રહીશું.
    Click here to Read More
    Previous Article
    નવા મેયર લોકોની રજૂઆત સાંભળવા AMC ઓફિસ ગયા:ઓઢવમાં EWS આવાસ યોજનાના મકાનોમાં પૂરતું પાણી ન મળતાં હોબાળો કર્યો
    Next Article
    મેયર સહિતનાં પદાધિકારીઓ લોકોની વ્હારે આવ્યા:રાજકોટ મનપાનાં જન્મ-મરણ વિભાગની ઓચિંતી મુલાકાત લીધી, અરજદારો માટે પાણી, છાંયડા અને બેસવાની વ્યવસ્થા કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment