Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા મેયર લોકોની રજૂઆત સાંભળવા AMC ઓફિસ ગયા:ઓઢવમાં EWS આવાસ યોજનાના મકાનોમાં પૂરતું પાણી ન મળતાં હોબાળો કર્યો

    2 दिन पहले

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (EWS) ના મકાનોમાં પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી ન મળતાં સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં આજે સવારે સોસાયટીના 70થી 80 રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. રહીશોના હોબાળાની જાણ થતાં જ મેયર હિતેશ બારોટ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતા અને રહીશોની રજૂઆત સાંભળીને આગામી 15 દિવસમાં પાણીની સમસ્યાનો કાયમી અંત લાવવાની ખાતરી આપી હતી. 'પાણી આપો... પાણી આપો...' ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ મળતી વિગતો અનુસાર, ઓઢવ વિસ્તારમાં ભાથીજી મંદિર પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-63 'અલકનંદા રેસિડેન્સી' માં પાણી, લિફ્ટ અને લાઈટની પ્રાથમિક સુવિધાઓ ન મળતાં રહીશો લાંબા સમયથી પરેશાન છે. આજે રોષે ભરાયેલા રહીશો કોર્પોરેશનની મુખ્ય ઓફિસના ગેટ પાસે જ બેસી ગયા હતા અને 'પાણી આપો... પાણી આપો...' ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. મેયર હિતેશ બારોટ સમક્ષ રજૂઆત કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં બનાવેલો બોરવેલ યોગ્ય રીતે ચાલતો નથી. આ બોર માત્ર બિલ્ડિંગના બાંધકામ પૂરતો જ બનાવવામાં આવ્યો હતો, મોટી વસતિને પહોંચી વળવા માટે કોઈ મોટો બોર બનાવવામાં આવ્યો નથી. આ અંગે એક વર્ષ પહેલાં અને ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કામગીરી થઈ નથી. 500 થી વધુ પરિવારો દૂષિત પાણી પીવા મજબૂર અલકનંદા રેસિડેન્સી સોસાયટીમાં કુલ 10 બ્લોક અને 1,593 ફ્લેટ આવેલા છે, જેમાંથી હાલ આશરે 500 જેટલા મકાનોમાં પરિવારો વસવાટ કરે છે. સોસાયટીના વર્તમાન બોરવેલની ક્ષમતા એટલી ઓછી છે કે એક દિવસમાં માંડ 2 બ્લોકને પાણી પૂરું પાડી શકાય છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 8 મહિનાથી સોસાયટીમાં અત્યંત ખરાબ અને દૂષિત પાણી આવી રહ્યું છે, જે પીવા માટે તેઓ મજબૂર બન્યા છે. રહીશોએ માગ કરી છે કે સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ રહે તે માટે મ્યુનિસિપાલિટીની નર્મદા પાણીની લાઇનનું કાયમી કનેક્શન સોસાયટીની અંડરગ્રાઉન્ડ ટાંકી સુધી તાત્કાલિક શરૂ કરવામાં આવે. ટૂંક જ સમયમાં યોગ્ય નિરાકરણ લવાશે: મેયર આ સમગ્ર મામલે મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, મારે એક નિર્ધારિત કાર્યક્રમમાં જવાનું હતું, પરંતુ આવાસ યોજનાના રહીશો પાણી બાબતે રજૂઆત કરવા દાણાપીઠ આવી રહ્યા હોવાનો મેસેજ મળતાં જ મેં સ્થાનિકોનો સંપર્ક કર્યો હતો. હું તાત્કાલિક ઓફિસે પહોંચ્યો અને તેમની તમામ ફરિયાદો સાંભળી છે. રહીશોની આ સમસ્યા વ્યાજબી છે અને આગામી 15 દિવસમાં નર્મદાની લાઇન કનેક્ટ કરવા સહિતના જરૂરી પગલાં ભરીને પાણીની મુશ્કેલીનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલો સમયસર શરૂ થશે કે વેકેશન લંબાશે?, વાલીઓ મૂંઝવણમાં:ખાનગી અને સરકારી સ્કૂલો સામ સામે, એકે કહ્યું વેકેશન લંબાવો તો બીજા બોલ્યા ઓનલાઇન એજ્યુકેશનથી નુકસાન, બન્નેના CMને પત્ર
    Next Article
    સુરેન્દ્રનગરના નવા પદાધિકારીઓએ વડવાળા દેવના દર્શન કર્યા:પ્રજાલક્ષી કાર્યો માટે સંતોના આશીર્વાદ મેળવી પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment