Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન:VIP કલ્ચર દૂર કરી કરીશું, જેનરેશનલ ગેપના નામે અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર ક્યારેય સફળ નહીં થાય

    1 day ago

    ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી નવી જવાબદારી સાંભળ્યા બાદ આજે વડોદરા આવ્યા હતા. જ્યાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલા તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. યુવા શક્તિને સકારાત્મક દિશા આપવા માટે પોતાની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, સંગઠન દ્વારા યુવાનોમાં સ્પિરીચ્યુઅલ અને પોઝિટિવ થિંકિંગ વધારવા, વી.આઈ.પી. કલ્ચર દૂર કરી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચવા અને યુવાનોને 'જોબ સીકર'ને બદલે સ્વયં સશક્ત બની 'જોબ ગિવર' બનાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવશે. તેમણે 'Gen Z' ને દેશ માટે કોઈ પ્રશ્ન નહીં પરંતુ ભવિષ્યનો જવાબ ગણાવતા ઉમેર્યું હતું કે, જેનરેશનલ ગેપના નામે અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર ક્યારેય સફળ નહીં થાય. રાષ્ટ્ર નિર્માણ, નશામુક્તિ અભિયાન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવાનોની ભાગીદારી વધારવા સાથે ભાજપ યુવા મોરચો યુવાનો અને સરકાર વચ્ચે મજબૂત સેતુ બનીને ગ્રાઉન્ડ લેવલના ફીડબેક પહોંચાડવાની જવાબદારી નિભાવશે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, અમારી પ્રથમ ત્રણ પ્રાથમિકતાઓ છે. પ્રથમ, યુવાનોમાં રહેલા સામાજિક દૂષણોને દૂર કરી તેમને સ્પિરીચ્યુઅલ અને પોઝિટિવ થિંકિંગ સાથે જોડવાનો પ્રયાસ કરવો. બીજું, સરકાર અને યુવાનો તથા પાર્ટી અને યુવાનો વચ્ચે કોઈ વી.આઈ.પી. કલ્ચર ન આવે તે સુનિશ્ચિત કરવું. તમામ લોકો સાથે ગ્રાસ રૂટ લેવલ સુધી અમારા યુવાનો પહોંચે. હાલમાં જ પ્રદેશની એક 'યુવા સંવાદ' યોજના કરવામાં આવી હતી, જેમાં મેં પોતે ગુજરાતના અનેક મંડળો સુધી પ્રવાસ કર્યો છે અને 20-20 યુવાનો સાથે બેસીને સંવાદ કર્યો છે. આ રીતે યુવાનોની વધુને વધુ નજીક જવાનો સતત પ્રયાસ કરવામાં આવશે. ત્રીજું અને મહત્વપૂર્ણ એ છે કે, યુવાનો સ્વયં સશક્ત અને સબળ બને. સરકારની તમામ યોજનાઓની યુવાનોમાં જાગરૂકતા આવે અને તેઓ તેનો લાભ લે. આજનો યુવા માત્ર 'જોબ સીકર' નહીં, પરંતુ 'જોબ ગિવર' બને તે માટેનો અમારો પ્રયત્ન રહેશે. આજે 'Gen Z'ને લઈને જે એક હાઉ કે ટ્રેન્ડ ઊભો કરવામાં આવ્યો છે, તેના વિશે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, Gen Z એ કોઈ પ્રશ્ન નથી, પરંતુ એ તો ભવિષ્યનો જવાબ છે. માત્ર Gen Z જ નહીં, હવે 'Gen Alpha' પણ તૈયાર થઈ રહી છે. જેનરેશનલ ગેપને રાજકારણના હથકંડા તરીકે ઉપયોગ કરી દેશમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર ક્યારેય સફળ નહીં થાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા યુવાનોની શાંતિ અને સલામતી છે. જો Gen Z યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા ન હોત, તો છેલ્લા ત્રણ વર્ષથી 'ભારત મંડપમ' ખાતે 12 જાન્યુઆરીએ યોજાતા 'નેશનલ યુથ ફેસ્ટિવલ'માં તાલુકા સ્તરેથી આવીને યુવાનો પોતાના વિકસિત ભારત માટેના વિચારો ન આપતા હોત. આ જ યુવાનોના વિચારોને માનનીય કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પોતાના બજેટમાં પણ સ્થાન આપ્યું છે. આજે દેશનો યુવા સ્પેસ સેક્ટર અને પ્રાઇવેટ સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવા ઇનોવેશન કરીને પોતાના રોકેટ અને અવકાશયાન લોન્ચ કરી રહ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુવા શક્તિની ઊર્જાને સકારાત્મક દિશા આપવાનો છે. આ જ હેતુથી વડાપ્રધાન દ્વારા 2 ઓગસ્ટે 'નશા મુક્તિ ફોર યુવા' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નશો એ સમાજ માટે કેન્સર સમાન છે. યુવાનો નશાખોરીની ચપેટમાં ન આવે, પોતાના પરિવાર અને દેશનો વિકાસ કરે તે માટે તેમને સાચા માર્ગે વાળવા જરૂરી છે. યુવા મોરચો એ યુવાનો અને સરકાર તથા યુવાનો અને પાર્ટી વચ્ચે સેતુ બનીને કામ કરશે. ગ્રાઉન્ડ લેવલના તમામ ફીડબેક સમયસર સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી અમારા યુવા મોરચાનો દરેક કાર્યકર્તા પૂરી નિષ્ઠાથી નિભાવશે. રાહુલ ગાંધી અંગે તેઓએ કહ્યું હતું કે, આ રાહુલ ગાંધી ઝારખંડ કે, જંતર-મંતર નહોતા ગયા, કારણ કે તેમનો એક અલગ જ નાટક કરવાનો આશય હતો. જ્યારે રાહુલ ગાંધી યુવાન હતા, ત્યારે મોટા દેખાવા માટે જબ્બો અને લેંગો પહેરતા હતા અને હવે જ્યારે તેઓ વયોવૃદ્ધ થવા આવ્યા છે, ત્યારે યુવાન દેખાવા માટે ટી-શર્ટ અને પેન્ટ પહેરે છે. તેથી તેમના વિશે મારે કોઈ ટિપ્પણી કરવી નથી.
    Click here to Read More
    Previous Article
    સુરતના 9 ઝોનમાં 330 હોટેલો પર દરોડા:1641 કિલો અખાદ્ય સામગ્રી નષ્ટ, 17 રેસ્ટોરન્ટ સીલ અને 208ને નોટિસ;ફૂડ પોઇઝનિંગ બાદ તંત્ર એક્શનમાં
    Next Article
    Satyendar Jain Arrest: Case Will Be Proven Fake, Says Arvind Kejriwal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment