Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુકાન ખોલતા જ ધુમાડાના ગોટેગોટા બહાર આવ્યા:અમરોલીમાં મોબાઈલની દુકાન આગથી ભડકે બળી, અફરાતફરી વચ્ચે લાખોની એસેસરીઝ ખાક

    2 days ago

    સુરતના અમરોલી ગોથાણ રોડ પર અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આજે એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ગણેશ નામની મોબાઈલ અને મની ટ્રાન્સફરની દુકાનમાં લાગી હતી. દુકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જોઈ સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તુરંત જ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બે ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો દુકાનમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કોસાડ અને મોટા વરાછા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો મોટો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની તત્પરતાને કારણે આગ આજુબાજુની અન્ય દુકાનોમાં પ્રસરતા અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. દુકાનદાર દુકાન ખોલવા આવ્યો ને ધુમાડો નીકળ્યો સબ ફાયર ઓફિસર મારૂતિ સોનવણેએ જણાવ્યું હતું કે, જ્યારે દુકાનદાર પોતાની મોબાઈલની દુકાન ખોલવા માટે આવ્યો, ત્યારે અંદરથી ભારે ધુમાડો નીકળી રહ્યો હતો અને આગ લાગેલી હતી. અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. મોબાઈલ એસેસરીઝ સહિતનો તમામ સામાન બળીને ખાખ આ શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર લાગેલી આગ એટલી ઝડપી હતી કે દુકાનમાં રહેલો મોટાભાગનો સામાન તેની ઝપેટમાં આવી ગયો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગના કારણે દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલા કિંમતી મોબાઈલના ઈયરફોન, ચાર્જર, ફેન્સી કવર સહિતની તમામ એસેસરીઝ અને મની ટ્રાન્સફરના સેટઅપને લાખોનું નુકસાન થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનદારને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગિરિબાલા અને સમર્થના 5-5 દિવસના રિમાન્ડ મંજુર:CBI સામ-સામે બેસાડીને પૂછપરછ કરશે; ટ્વિશાના 20 લાખના શેર ટ્રાન્સફર કરવા માતા-પુત્ર દબાણ કરતા હતા
    Next Article
    ગઢડામાં PGVCLનું વીજચોરી સામે સઘન ચેકિંગ:ગઢાળી, વનાળી, ઢસા સહિતના ગામડામાં 31 ટીમના ધાડેધાડા ઉતર્યા, કનેક્શન તપાસતાં લાખોની ચોરી પકડાવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment