Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં PGVCLનું વીજચોરી સામે સઘન ચેકિંગ:ગઢાળી, વનાળી, ઢસા સહિતના ગામડામાં 31 ટીમના ધાડેધાડા ઉતર્યા, કનેક્શન તપાસતાં લાખોની ચોરી પકડાવાની શક્યતા

    2 weeks ago

    ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં PGVCL દ્વારા વીજચોરી રોકવા માટે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 31 ટીમોએ આજે શહેર અને ગામડાંના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ગઢડા શહેરમાં સામાકાંઠા અને અડતાળા રોડ જેવા વિસ્તારોમાં વીજ કનેક્શન, મીટર અને લોડની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તાલુકાના ગઢાળી, વનાળી, ઢસા અને જલાલપર માંડવા સહિતના ગામોમાં પણ PGVCLની ટીમોએ અચાનક તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ વીજ વપરાશ અને ગેરરીતિઓ પ્રાથમિક તપાસ દરમિયાન અનેક સ્થળોએ શંકાસ્પદ વીજ વપરાશ અને ગેરરીતિઓ સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. PGVCLના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ચેકિંગમાં લાખો રૂપિયાની વીજચોરી પકડાય તેવી સંભાવના છે. PGVCL સાથે પોલીસ બંદોબસ્ત તૈનાત સમગ્ર તપાસ અભિયાન દરમિયાન PGVCLની ટીમો સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો, જેથી તપાસ કાર્યમાં કોઈ અવરોધ ન આવે. તપાસ પૂર્ણ થયા બાદ વિભાગ દ્વારા વીજચોરીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દુકાન ખોલતા જ ધુમાડાના ગોટેગોટા બહાર આવ્યા:અમરોલીમાં મોબાઈલની દુકાન આગથી ભડકે બળી, અફરાતફરી વચ્ચે લાખોની એસેસરીઝ ખાક
    Next Article
    સુરેન્દ્રનગર રેલવેની પડતર જમીન સમસ્યા:સાંસદને રજૂઆત, કોર્પોરેટર નીરવ દવે અને ભાજપ આગેવાન સિદ્ધરાજસિંહે મુલાકાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment