Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોના ભેદી મોત અને બીમારી બાદ સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ:ગીરની ત્રણ રેન્જ સંવેદનશીલ બનતાં સાસણ લાયન હોસ્પિટલ હાઈટેક સાધનો, આધુનિક લેબ અને સ્પેશિયલ હાઇડ્રોલિક વાન સાથે સજ્જ હોવાના દાવા

    1 day ago

    ​એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં ફરી એકવાર સિંહોના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ગીર પશ્ચિમની બાબરીયા અને જામવાળા રેન્જ તેમજ પૂર્વ ગીરની જસાધાર રેન્જમાં સિંહોના ભેદી મોત અને ગંભીર બીમારીના મામલા પ્રકાશમાં આવતા જ સાસણ વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. વન વિભાગ માટે હાલ આ ત્રણેય રેન્જ અત્યન્ટ સંવેદનશીલ બની ગઈ હોવાથી સમગ્ર સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સાસણ સિંહ હોસ્પિટલમાં તમામ સ્તરે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાના દાવા વન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં હોસ્પિટલમાં કોઈ ઈફેક્ટેડ સિંહ લાવવામાં આવ્યો નથી, પરંતુ જો કોઈ બેબેસીયા કે અન્ય રોગથી અસરગ્રસ્ત સિંહ અત્રે લાવવામાં આવે તો તેની તાત્કાલિક સારવાર માટેની પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. વન્ય પ્રાણીઓ પર દેખરેખ રાખવા માટે હોસ્પિટલના ટ્રીટમેન્ટ વોર્ડમાં 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થાય તેવી આધુનિક સુવિધા પણ સક્રિય કરી દેવામાં આવી છે. ​સાસણ લાયન હોસ્પિટલના વેટનરી ઓફિસર ડો. વિવેકકુમાર ચૌહાણે હોસ્પિટલની સજ્જતા અને આધુનિક સુવિધાઓ અંગે જણાવ્યું હતું કે અમારી લાયન હોસ્પિટલ વન્ય જીવોની સારવાર માટે સંપૂર્ણ સજ્જ અને વેલ-એસ્ટાબ્લિશ્ડ હોસ્પિટલ છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ એક ઓર્ગેનાઈઝડ સ્ટોર રૂમ તૈયાર રાખવામાં આવ્યો છે, જેમાં તમામ પ્રકારના રેસ્ક્યુ સાધનો અલગ-અલગ રેકમાં વ્યવસ્થિત ગોઠવાયેલા રહે છે. ગીર લેન્ડસ્કેપ વિસ્તારમાંથી જ્યારે પણ વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટેના અલગ-અલગ પ્રકારના ઇમરજન્સી કોલ આવે છે ત્યારે અમે તેનું બેઝિક ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. સાધનો યોગ્ય જગ્યાએ ગોઠવેલા હોવાથી રેસ્ક્યુ ટીમને સાધનો શોધવામાં સમય બગડતો નથી અને ટીમ વહેલામાં વહેલી તકે ઝડપથી ઘટનાસ્થળે રવાના થઈ શકે છે. ​ડો. વિવેકકુમાર ચૌહાણે હોસ્પિટલના પાંજરા અને વાહનોના આધુનિકીકરણ અંગે માહિતી આપતા વધુમાં જણાવ્યું છે કે વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સારવાર માટે અલગ-અલગ હેતુઓ મુજબના ખાસ પાંજરાઓ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. જેમાં પ્રાણીઓના સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ ડિઝાઇન કરાયેલા પાંજરા, પકડવા માટે ઓટોમેટિક ટ્રેપ કેજ, મુક્ત કરવા માટે ઓટોમેટિક રીલીઝ કેજ અને ઇન્જેક્શન કે સારવાર આપવા માટે સ્ક્વિઝ કેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જો કોઈ વન્ય પ્રાણી પાણી ભરેલા ખુલ્લા કૂવામાં ફસાઈ ગયું હોય તો તેના બચાવ માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલું સાઇડ શટર લોક કેજ અને સાંકડી જગ્યામાં ફસાયેલા પ્રાણી સુધી માણસ સરળતાથી પહોંચી શકે તેવું પેરોટ કેજ પણ હાજર રખાયું છે. પ્રાણીઓને લઘુત્તમ તણાવ થાય તે માટે માનવબળનો ઓછો ઉપયોગ કરવો પડે તેવા હાઇડ્રોલિકલી મોડિફાઇડ ખાસ રેસ્ક્યુ વાહનો પણ તહેનાત કરાયા છે. ​સિંહોના ચોક્કસ નિદાન માટે હોસ્પિટલની માઇક્રોબાયોલોજીકલ અને ડાયગ્નોસ્ટિક લેબની વિશેષતાઓ જણાવતા વેટનરી ઓફિસરે ઉમેર્યું છે કે અમારી ઓફિસ કમ ડાયગ્નોસ્ટિક યુનિટમાં હાઈટેક માઇક્રોબાયોલોજીકલ લેબ કરીયારત છે, જ્યાં બેક્ટેરિયોલોજીકલ કલ્ચર, ફંગલ કલ્ચર અને એન્ટિબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ જેવી કામગીરી કરવામાં આવે છે. આ સંપૂર્ણ ડાયગ્નોસ્ટિક યુનિટમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ માટે ફાઇવ-પાર્ટ હિમેટોલોજી એનાલાઇઝર તેમજ લીવર, કિડની, મસલ અને ઇન્ફ્લેમેટરી એન્ઝાઇમ ડિટેક્ટ કરવા માટે ઓટોમેટિક સીરમ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર સજ્જ છે. આ સિવાય માઇક્રોસ્કોપી સુવિધાથી હિમોપ્રોટોઝુઆ અને એન્ડોપેરાસાઇટ જેવા રોગોનું તાત્કાલિક સ્લાઇડ પ્રિપેર કરીને નિદાન થાય છે. આધુનિક મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક યુનિટમાં રીયલ-ટાઇમ પીસીઆર અને કીટ બેઝીસ પર વેક્ટર પેનલ અને ડાયરિયા પેનલ દ્વારા રોગ ફેલાવવા પાછળના ચોક્કસ એજન્ટ કે કારણોની ત્વરિત માહિતી મળી રહે છે. ​ડો. વિવેકકુમાર ચૌહાણે સિંહોને બેભાન કરવાની ટેકનોલોજી અને હોસ્પિટલના જૈવિક સુરક્ષાના નિયમો અંગે સ્પષ્ટતા કરતા અંતમાં જણાવ્યું છે કે વન્ય પ્રાણીઓને ટ્રેન્ક્યુલાઈઝ કરવા માટે અમારી પાસે ક્ષમતા મુજબની અલગ-અલગ ટ્રાન્ક્વીલાઈઝીંગ ગન ઉપલબ્ધ છે. જેમાં 20 થી 30 મીટરની ઓછી રેન્જ ધરાવતી જૂની 'તેલ ઇન્જેક્ટ' ગન, તેનાથી વધુ એક્યુરેસી ધરાવતી એડવાન્સ 'ડેન ઇન્જેક્ટ' ગન અને 80 થી 100 મીટરના લાંબા અંતર સુધી અત્યંત સચોટતાથી પ્રાણી પર પ્રહાર કરી શકે તેવી આધુનિક 'ન્યૂ ડાર્ટની એક્સકેલિબર' ગન ડોઝ સાથે તૈયાર રાખવામાં આવી છે. આ સાથે જ ઇન્ફેક્શન ફેલાતું અટકાવવા માટે હોસ્પિટલના ગેટ પાસે ખાસ વોશિંગ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં બહારથી આવતા તમામ વાહનોને પોટેશિયમ પરમેંગેનેટ જેવા ડિસઇન્ફેક્ટન્ટ દ્વારા સંપૂર્ણ સેનિટાઈઝ કર્યા પછી જ હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કારની ડ્રાઈવિંગ સીટ પર લોહીથી લથપથ લાશ મળી, VIDEO:વડોદરામાં તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી કેટરિંગ સંચલાકને પતાવી દીધો, શહેરના મધ્યભાગમાં ઘાતકી હત્યાથી ફફડાટ
    Next Article
    એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટથી રાજકોટના સોની બજારમાં દોડધામ:દિયા ગોલ્ડ પોલિશિંગ કારખાનામાં આગ, સોનાનો મોટો જથ્થો બચાવવા કવાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment