Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટથી રાજકોટના સોની બજારમાં દોડધામ:દિયા ગોલ્ડ પોલિશિંગ કારખાનામાં આગ, સોનાનો મોટો જથ્થો બચાવવા કવાયત

    1 day ago

    રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી દેરા શેરીમાં ગુરુવારે મોડી રાત્રે દિયા ગોલ્ડ પોલિશિંગ નામના કારખાનામાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ કારખાનામાં લગાવવામાં આવેલા એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. સોનાનો મોટો જથ્થો પડ્યો હોવાથી શંકાએ તે સહીસલામત બહાર કાઢવા કવાયત શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં હાર્દિકભાઈ સોનીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા બે ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. દરમિયાન કારખાનામાં રહેલા બે ગેસના બાટલા ફાટતાં વધુ ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે એક ગેસનો બાટલો સમયસર બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ગુરુવાર હોવાથી નજીકના માંડવી ચોક દેરાસરમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આગ અને ધડાકાના અવાજોને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. ઈદની રજાને કારણે કારખાનામાં સ્ટાફની સંખ્યા ઓછી હતી અને આગ લાગતાં જ કર્મચારીઓ નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું. એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટથી રાજકોટના સોની બજારમાં દોડધામ
    Click here to Read More
    Previous Article
    સિંહોના ભેદી મોત અને બીમારી બાદ સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ:ગીરની ત્રણ રેન્જ સંવેદનશીલ બનતાં સાસણ લાયન હોસ્પિટલ હાઈટેક સાધનો, આધુનિક લેબ અને સ્પેશિયલ હાઇડ્રોલિક વાન સાથે સજ્જ હોવાના દાવા
    Next Article
    Kirti Kulhari questions maid’s Rs 10,000 salary, gets schooled by Mini Mathur and internet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment