Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાકેશ રાઠોડ સુરેન્દ્રનગરના પ્રથમ મેયર:શિક્ષક પરિવારમાંથી આવતા, રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા

    3 दिन पहले

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે સ્મિતાબેન રાવલને ડેપ્યુટી મેયર અને નિખીલભાઈ ચાંપાનેરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરાયા છે. નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડનો જન્મ 17 ફેબ્રુઆરી 1979ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે થયો હતો. તેમના માતા-પિતા સરકારી શિક્ષક હોવાથી તેમને બાળપણથી જ શિક્ષણ અને સંસ્કારસભર વાતાવરણ મળ્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ ભગુપુર અને ધોરણ 8-9 ચુડા ચોકડી ખાતે મેળવ્યું. ગાંધીનગરમાં ધોરણ 10, 11 અને 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેમણે સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. વધુ શિક્ષણ માટે રાજકોટની મુરલીધર બી.એડ કોલેજમાંથી બી.એડ અને ત્યારબાદ જબલપુરની રાની દુર્ગાવતી યુનિવર્સિટીમાંથી એમ.એડની ડિગ્રી પ્રાપ્ત કરી. માત્ર 14 વર્ષની ઉંમરે તેમણે આર.એસ.એસ.ની ચુડા ચોકડી સંઘ શાખામાં મુખ્યશિક્ષક તરીકેની જવાબદારી સંભાળી હતી. બાળપણથી જ તેમને રાષ્ટ્રભાવના, સામાજિક ચિંતન અને વાંચન પ્રત્યે વિશેષ લગાવ હતો, જેણે તેમના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના નાના ભાઈ ડો. મૃગેશભાઈ રાઠોડે જિલ્લામાં વિવિધ રાજકીય અને સામાજિક જવાબદારીઓ નિભાવી યુવાનોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. તેમના અકાળે અવસાન બાદ, પરિવારે સમાજસેવાની પરંપરાને આગળ વધારવાની જવાબદારી સ્વીકારી. વર્ષ 2021માં રાકેશભાઈના ધર્મપત્ની શિલ્પાબેન રાઠોડ સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ નગરપાલિકાની ચૂંટણી જીતી બાગ-બગીચા ચેરમેન તરીકે ઉત્તમ કામગીરી કરી હતી. ત્યારબાદ તેમને ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર શહેરમાં મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. કોરોના મહામારી દરમિયાન, રાકેશભાઈએ તંત્ર સાથે સંકલન સાધી સમાજસેવાના અનેક કાર્યોમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. તેમની આ ઉમદા કામગીરી બદલ કલેક્ટર દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રેમ, શિક્ષણપ્રેમ, વાંચનનો શોખ અને સમાજસેવાની ભાવના તેમના વ્યક્તિત્વની મુખ્ય ઓળખ છે. રાકેશભાઈનો આખો પરિવાર છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક જોડાયેલો રહી દેશસેવા અને સમાજસેવાને પોતાની ફરજ માની સતત કાર્યરત રહ્યો છે. શિક્ષણ, સંગઠન, સમાજસેવા અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહી, તેઓ લોકહિતના કાર્યોમાં સતત યોગદાન આપતા રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં તમામ પક્ષના નગરપાલિકા સદસ્યોનું સન્માન:જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજે પક્ષભેદ ભૂલી બહુમાન કર્યું
    Next Article
    મોબાઈલમાં એક ક્લિક ને યુવાન ફસાયો બ્લેકમેઈલ-લૂંટની જાળમાં:ગે ડેટિંગ એપથી મળવા બોલવ્યો, છરીની નોક પર કપડાં ઉતરાવ્યાં, વીડિયો બનાવ્યો, વાઈરલની ધમકી આપી રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment