Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલમાં એક ક્લિક ને યુવાન ફસાયો બ્લેકમેઈલ-લૂંટની જાળમાં:ગે ડેટિંગ એપથી મળવા બોલવ્યો, છરીની નોક પર કપડાં ઉતરાવ્યાં, વીડિયો બનાવ્યો, વાઈરલની ધમકી આપી રૂપિયા પડાવ્યા

    3 दिन पहले

    મોબાઈલમાં એક નાનકડી ભૂલ અને અજાણી એપ્લિકેશન પર ક્લિક કરવાના કારણે એક યુવાન બ્લેકમેઈલિંગ અને લૂંટની ગંભીર જાળમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં ગે ડેટિંગ એપ્લિકેશનના બહાને યુવકોને નિશાન બનાવી, હનીટ્રેપમાં ફસાવીને લૂંટ ચલાવતી ગેંગનો અમરેલી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે કુલ 6 આરોપીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઇન્સ્ટાગ્રામની એડવર્ટાઇઝ અને 'GRINDR' એપની જાળ ભોગ બનનાર ફરિયાદી બાબરા તાલુકાના એક ગામનો યુવક છે. તે પોતાના શેઠનું વાહન લઈને ફતેપુર ખાતે બાયોકોલ ભરવા ગયો હતો. રાત્રિના સમયે બાયોકોલ ભરીને તે બાબરા પરત ફરી રહ્યો હતો ત્યારે, અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે નાસ્તો કરવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન, અગાઉ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે આવેલી એક એડવર્ટાઇઝમેન્ટ દ્વારા તેના મોબાઈલમાં 'GRINDR' (ગ્રાઈન્ડર) નામની ગે ડેટિંગ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. લાઠી ચોકડી પાસે ચા-પાણી પીતી વખતે તેનાથી ભૂલથી આ એપ ખુલી ગઈ હતી, જેમાં 'JAN' (જાન) નામના આઈડી પરથી મેસેજ આવ્યો કે, "હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?" આ મેસેજ પર ક્લિક થતાં જ ફરિયાદીનો નંબર શેર થઈ ગયો હતો અને તેણે મળવાની હા પાડી હતી. રસ્તામાં વાહન રોકી રેલવેના નાળા નીચે લઈ ગયા જો કે, ફરિયાદીને તાત્કાલિક બીજા કામથી જવાનું હોવાથી તે પોતાનું વાહન લઈને બાબરા તરફ આગળ વધ્યો હતો. આ દરમિયાન નવા બાયપાસ રોડ પર ટાટા મોટર્સ સર્વિસ સ્ટેશન પાસે આરોપી હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી (ફરીદ ભીમાણી) પોતાના એક્ટિવા અને મોટરસાયકલ પર આવ્યા હતા.તેમણે ફરિયાદીનું વાહન રોકી, ચાવી ઝૂંટવી લીધી હતી અને ગેરકાયદેસર રીતે તેનો રસ્તો અવરોધ્યો હતો. આરોપીઓ ફરિયાદીને જબરદસ્તી વાહનમાંથી નીચે ઉતારી નજીકમાં આવેલા રેલવેના નવા પુલિયા (નાળા) નીચે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી જ પ્લાનિંગ મુજબ અન્ય આરોપીઓ અરમાન સમા, તોફીક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી પણ આવી પહોંચ્યા હતા. છરીની અણીએ કપડાં ઉતરાવ્યા અને વીડિયો બનાવ્યો આ તમામ 6 આરોપીએ એકસંપ થઈ ફરિયાદીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી મારકૂટ કરી હતી. આરોપી તોફિકે ફરિયાદીની ગરદન પર ખુલ્લી છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ હરકિશન, અરમાન સહિતના શખસોએ ફરિયાદીના જબરદસ્તી કપડાં ઉતરાવી દીધા હતા, જ્યારે તોફિક અને રોનક નાગોરીએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી તેનો બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. ઓનલાઈન અને કેશ લૂંટ, વધુ 45 હજારની માંગણી આરોપીઓએ ફરિયાદીનું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાં આશરે 800 થી 1000 રૂપિયાની રોકડ હતી. આટલા રૂપિયાથી સંતોષ ન થતાં આરોપીઓએ વધુ નાણાની માંગણી કરી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. ફરિયાદી પાસે અન્ય રોકડા ન હોવાથી, આરોપીઓએ આપેલા QR કોડ પર ફરિયાદી પાસે તેના શેઠના ગૂગલ પે (Google Pay) દ્વારા 5,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત, ફતેપુરમાં બાયોકોલવાળા ભાઈને ફોન કરી ઉછીના રૂપિયા મંગાવવાનો પ્રયાસ પણ કરાવાયો હતો. આરોપી તોફિકે છરી બતાવી ધમકી આપી હતી કે જો બીજો દિવસ થાય ત્યાં સુધીમાં વધુ 45,000 રૂપિયા નહીં મોકલે તો આ વીડિયો વાઈરલ કરી તેને સમાજમાં બદનામ કરી દેવામાં આવશે અને જાનથી મારી નાખવામાં આવશે. આ સમગ્ર ઘટના દરમિયાન ગેંગના અન્ય સભ્યો રસ્તા પર નજર રાખવા ઊભા હતા. પરંતુ, અચાનક રસ્તા પર કોઈનો અવાજ આવતાં આરોપીઓ પકડાઈ જવાની બીકે ફરિયાદીનો મોબાઈલ, પાકીટ અને વાહનની ચાવી ત્યાં જ ફેંકીને નાસી ગયા હતા. પોલીસે તમામ 6 આરોપીને દબોચ્યા આ ઘટના બાદ ફરિયાદીએ હિંમત ભેગી કરી સમગ્ર હકીકત પોતાના શેઠને જણાવી હતી, જેના આધારે મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ અધિકારી ઓમદેવસિંહ જાડેજાએ સમગ્ર લૂંટ અને બ્લેકમેઈલિંગની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગેંગના તમામ 6 આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે કોર્ટમાંથી આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. DYSP ચિરાગ દેસાઈની જનતાને અપીલ આજકાલ સોશિયલ મીડિયા કે અજાણી એપ્લિકેશન્સના માધ્યમથી લોકો આવી ડિજિટલ જાળ અને હનીટ્રેપનો ભોગ બનતા હોય છે. નાગરિકોને અપીલ છે કે, કોઈપણ અજાણી એપ્લિકેશન (જેમ કે ડેટિંગ એપ્સ) ડાઉનલોડ ન કરવી, તેમજ આવી કોઈ અજાણી વ્યક્તિ સાથે પોતાના મોબાઈલ નંબર કે અંગત માહિતી શેર કરવી નહીં જેથી આવી છેતરપિંડી અને લૂંટનો ભોગ બનતા બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    રાકેશ રાઠોડ સુરેન્દ્રનગરના પ્રથમ મેયર:શિક્ષક પરિવારમાંથી આવતા, રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા
    Next Article
    Proposal for adopting Punjab Right to Business Act: UT writes to MHA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment