Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં તમામ પક્ષના નગરપાલિકા સદસ્યોનું સન્માન:જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજે પક્ષભેદ ભૂલી બહુમાન કર્યું

    3 दिन पहले

    પાટણમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટ, સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને પાટણ કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત તમામ પક્ષના ચૂંટાયેલા સદસ્યોને એક મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. પિયુષભાઈ આચાર્ય દ્વારા તમામ સદસ્યોને 'સનાતન સંસ્કૃતિના પ્રતીકો' પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રતીક રૂપે ખેશ પહેરાવી તેમનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે રાજકીય પક્ષોના ભેદભાવને બાજુ પર રાખીને સામાજિક સમન્વયનો સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પ્રતિનિધિઓ પાટણના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તેવા આશય સાથે આ સન્માન યોજાયું છે. કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજ ઉપરાંત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ સદસ્યોને સનાતની મૂલ્યો સાથે લોકસેવાનો સંકલ્પ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશુતોષ પાઠકે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Expert Explains | Why Quad has never picked up momentum, and takeaways from New Delhi meet
    Next Article
    રાકેશ રાઠોડ સુરેન્દ્રનગરના પ્રથમ મેયર:શિક્ષક પરિવારમાંથી આવતા, રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment