Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગોથી આવેલા વડોદરાના ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ:આરોગ્ય વિભાગે કહ્યું- ગભરાવાની જરૂર નથી, નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું

    4 दिन पहले

    વડોદરામાં કોંગોથી આવેલા ઈબોલા વાયરસના શંકાસ્પદ દર્દીને લઈને ચકચાર મચી હતી, જોકે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શંકાસ્પદ દર્દીનો ઈબોલા ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. કોંગોથી મુંબઈ આવ્યા બાદ 22 મેના વડોદરા પહોંચ્યો મળતી માહિતી મુજબ 37 વર્ષીય અમુરી લોકુલા નામનો વ્યક્તિ અંદાજે 10 દિવસ પહેલાં કોંગોથી મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં પાંચ દિવસ રોકાયા બાદ તે સિલ્વાસા અને દમણ વિસ્તારમાં લગભગ ચાર દિવસ રહ્યો હતો અને ત્યારબાદ 22 મેના રોજ વડોદરા પહોંચ્યો હતો. 26 મેના વડોદરાની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા દર્દીને છેલ્લા છ દિવસથી તાવ અને અસ્વસ્થતાની ફરિયાદ હતી. જેના આધારે તેને 26 મેના રોજ વડોદરાની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચેપજન્ય અને વાયરલ હેમોરેજિક ફીવરનો શંકાસ્પદ કેસ માનતા આરોગ્ય વિભાગે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો હતો. વધુ સારવાર અને મૂલ્યાંકન માટે દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. લેબોરેટરી તપાસમાં લિવર એન્ઝાઇમ્સમાં વધારો નોંધાયો લેબોરેટરી તપાસ દરમિયાન દર્દીના SGPT, SGOT અને GGT જેવા લિવર એન્ઝાઇમ્સમાં વધારો નોંધાયો હતો. ઉપરાંત CRP લેવલ પણ વધેલું જોવા મળ્યું હતું. પ્લેટલેટ્સની સંખ્યા 1.20 લાખ પ્રતિ ક્યુબિક મીમી નોંધાઈ હતી. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કેસને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. દર્દીના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્ર કરાઈ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે. ડૉ. સુનિલ મુસાના સહિત કેટલાક સંપર્કોને ટ્રેસ કરવામાં આવ્યા છે. સંપર્ક ટ્રેસિંગની કામગીરી VMC અને આરોગ્ય વિભાગના સંકલન સાથે ચાલુ રાખવામાં આવી છે. ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત અનુભવાઈ આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. હાલ ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત અનુભવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના રોડ પર ભરઉનાળે પણ ‘ભૂવા’:શહેરમાં 15 દિવસમાં 5 જગ્યાએ ભૂવા પડતા વાહનચાલકોને હાલાકી, ડ્રેનેજ અને પાણીની લાઈનો વર્ષો જૂની હોવાથી રોડ બેસી ગયા
    Next Article
    રાજકોટના 23માં મેયર પદે રૂપાણી જૂથના નેહલ શુક્લાની નિમણુંક:સ્ટે.ચેરમેન પદે પરેશ પીપળીયા અને ડે.મેયર દક્ષાબેન વસાણીની નિમણુંક, 76 દિવસ અધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે આવ્યું પદાધિકારીઓનું શાસન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment