Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં કોંગ્રેસના શહેર પ્રમુખની હાર:સુરતમાં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલની જીત, 15માંથી 5 મહાનગરપાલિકા પર ભાજપનો કબજો

    1 day ago

    રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકોની મતગણતરીનો પ્રારંભ થયા બાદ એક બાદ એક વોર્ડના પરિણામ જાહેર થવા લાગ્યા છે. 15 મહાનગરપાલિકામાં કોની સત્તા?, બપોરે 1 વાગ્યા સુધીમાં ફેંસલો થશે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભાએ હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી એકહથ્થુ શાસન કરતી ભાજપનો દબદબો યથાવત રહે છે કે, આપ-કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ રહે છે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે. તમે અહીં 15 મહાનગરપાલિકાની 1001 બેઠકની મતગણતરીનું પળેપળનું અપડેટ અને સૌથી ઝડપી વોર્ડ વાઈઝ વિજેતા ઉમેદવારના ફોટો સાથેનું રિઝલ્ટ જોઈ શકશો. 15 મનપાની 43 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે. જુઓ, રાજકોટ મનપામાં વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ 15 મનપામાં સરેરાશ 55 ટકા મતદાન, સૌથી વધુ વાપીમાં 72.29 ટકા આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે. આ સમાચાર પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ શહેરી વિસ્તારોના ભાજપનો ગઢ અકબંધ રહેશે કે ગાબડું પડશે? ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપના ગઢ સમાન રહ્યા છે. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. અનેક રાજકીય ઉતાર ચડાવ વચ્ચે પણ શહેરી વિસ્તારોમાં ભાજપે પકડ બનાવી રાખવામાં સફળ રહ્યો છે. 2025માં જે નવી 9 મહાનગરપાલિકા બનાવવામાં આવી છે તે નગરપાલિકા હતી તેમાં પણ 2021માં ભાજપનો વિજય થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉત્તર ગુજરાતના છ જિલ્લાની 1,910 બેઠક પર મતગણતરી શરૂ:ગેનીબેન ઠાકોરના ગઢમાં કોંગ્રેસનો સફાયો, ભાભર નગરપાલિકા ભાજપને ફાળે; થરાદ બેઠકમાં ભાજપનો દબદબો
    Next Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટની મતગણતરી:સુરત મનપામાં 11 વોર્ડની 43 સીટના પરિણામ જાહેર, આપ હજુ ઝીરો પર પણ કોંગ્રેસનું ખાતું ખૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment