Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની MS યુનિવર્સિટીમાં કપલનો કિસ કરતો VIDEO વાયરલ:શિક્ષાના ધામમાં અશોભનીય હરકતથી વિવાદ, PROએ કહ્યું- 'મારા ધ્યાનમાં કંઈ આવ્યું નથી'

    10 hours ago

    સંસ્કારી નગરી વડોદરાની મહારાજા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં કિસ કરી રહેલા એક કપલનો વીડિયો વાઈરલ થતા સવાલો ઉઠ્યા. બંને વિદ્યાર્થીઓ જ છે કે નહીં તેની હાલ સ્પષ્ટતા થઈ શકી નથી. આ મામલે યુનિવર્સિટીના PROનો સંપર્ક કરતા તેઓ અજાણ જોવા મળ્યા અને કહ્યું- તપાસ કર્યા પછી ખબર પડશે. એક્સપેરિમેન્ટલ સ્કૂલ બહાર અશોભનીય વર્તનનો વીડિયો વાઈરલ વાયરલ થયેલા વીડિયોમાં કપલ MS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એક્સપરિમેન્ટલ સ્કૂલ બહાર અશોભનીય વર્તન કરતું હોવાનું જોવા મળી રહ્યું છે. કપલ જાહેરમાં કિસ કરતું જોવા મળી રહ્યું છે. શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાં આ પ્રકારની ઘટના સામે આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચર્ચા શરૂ થઈ છે. યુનિવર્સિટી જેવા શૈક્ષણિક સ્થળે આવી હરકતો સામે આવવી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. અગાઉ પણ MSU કેમ્પસમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે ફરી એકવાર વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે. કેમ્પસમાં સુરક્ષા કર્મચારીઓની હાજરી હોવા છતાં આવી ઘટનાઓ કેવી રીતે બને છે તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વારંવાર આવા બનાવો સામે આવતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કેમ્પસમાં શિસ્ત જાળવવા અને આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પૂરતાં પગલાં લેવામાં આવે છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે આ વાયરલ વીડિયો મામલે MSU સત્તાધીશો શું વલણ અપનાવે છે અને સંડોવાયેલા લોકો સામે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કેવાં પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. MSUમાં અગાઉ પણ અશોભનીય હરકતો અને શિસ્તભંગના કિસ્સાઓ સામે આવ્યા હતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં રહ્યો છે. સમયાંતરે યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને કેમ્પસના જાહેર સ્થળોએ વિદ્યાર્થીઓની અશોભનીય હરકતો, શિસ્તભંગ તેમજ અન્ય વાંધાજનક પ્રવૃત્તિઓને લઈને ચર્ચાઓ ઊઠતી રહી છે. આવી ઘટનાઓના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને શૈક્ષણિક વાતાવરણ અંગે પણ સવાલો ઊભા થયા છે. ઓક્ટોબર 2025માં પણ MSUની આર્ટ્સ ફેકલ્ટીના વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ એકબીજાને કિસ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા ડીન સમક્ષ રજૂઆત કરી કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. યુનિવર્સિટી તંત્રએ સમગ્ર મામલે Fact Finding Committeeની રચના કરી તપાસ શરૂ કરી હતી. એટલું જ નહીં, આ ઘટનાના એક દિવસ બાદ કોમર્સ ફેકલ્ટી નજીકના પાર્કિંગમાં પણ અન્ય કપલનો આવો જ વીડિયો સામે આવ્યો હતો. આ સમાચાર પણ વાંચોઃ MS યુનિ.માં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના બે કપલની પ્રેમલીલા, VIDEO MS યુનિવર્સિટીમાં ફરી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના કિસ કરતા વીડિયો સામે આવ્યા છે. બે કપલ ક્લાસરૂમમાં બિનધાસ્ત બનીને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં રોમાન્સ કરતા જોવા મળે છે. આર્ટ્સ ફેકલ્ટીના આ બે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. આ મામલે યુનિવર્સિટી તપાસ પણ શરૂ કરી દીધી છે. ક્લાસરૂમમાં જ્યારે આ બે કપલ રોમાન્સમાં મગ્ન હતા ત્યારે તેની પાછળ બેઠેલા કોઈ વ્યક્તિએ આ વીડિયો શૂટ કરી લીધો હતો.જો કે વાઇરલ વીડિયોની દિવ્ય ભાસ્કર પુષ્ટિ કરતું નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    કાસદમાં સરકારી કાંસના ખોદકામ સામે ખેડૂતોનો વિરોધ:મંજૂર 1.5 મીટરને બદલે 5 મીટરથી વધુ ઊંડું ખોદકામ કરાયાનો આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું; સરપંચે તમામ આક્ષેપો નકાર્યા
    Next Article
    મીઠાનું ટ્રેલર રસ્તા વચ્ચે ખોટકાયું અને થયું ટ્રાફિક જામ:દેશલપર-હાજીપીર રોડ પર 15 કિમી સુધી વાહનોની કતારો, બાઈકચાલકો ટ્રેલરની નીચેથી પસાર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment