Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના 23માં મેયર પદે રૂપાણી જૂથના નેહલ શુક્લાની નિમણુંક:સ્ટે.ચેરમેન પદે પરેશ પીપળીયા અને ડે.મેયર દક્ષાબેન વસાણીની નિમણુંક, 76 દિવસ અધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે આવ્યું પદાધિકારીઓનું શાસન

    4 दिन पहले

    રાજકોટ મહાનગર પાલિકામાં 76 દિવસ અધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે. આજે રાજકોટને 23માં મેયર પદે નેહલ શુકલા, 35માં ડેપ્યુટી મેયર તરીકે દક્ષબેન વસાણી અને 35માં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પીપળીયા મળ્યા છે. મહત્વનું છે કે રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણુંક માટે આટલું વિલંબ ક્યારેય નથી થયું આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરી ચીમનભાઈ શુકલાના પુત્ર નેહલ શુકલાએ બાજી મારી છે. નેહલ શુકલાએ છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપી હતી અને પોતે આખરી કલાકોમાં મેન્ડેટ મેળવ્યું હતું. એ જ રીતે આજે મેયર પદ પર પાટીદાર સમાજના લોબિંગને તોડી મેયર તરીકે પોતાનું નામ ફાઇનલ કરાવ્યું છે. મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી રાજકોટ મહાનગર પાલિકાની 2026ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 65 બેઠક પર જીત મેળવી ફરી એક વખત કોર્પોરેશનમાં સતા હાસિલ કરી છે અને આજે મહાનગરપાલિકાના 23માં મેયર, 35માં ડેપ્યુટી મેયર, 35માં સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યે સંકલનની બેઠક મળી હતી અને તેમાં નામોને લઇ માહોલ ગરમાયો હોવાથી તાત્કાલિક શહેર પ્રમુખ, ધારાસભ્ય અને મહામંત્રી તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક બોલાવવામાં આવી હતી અને બાદમાં ફરી સંકલન બેઠક બોલાવી તેમાં નેહલભાઈ શુકલાને મેયર, દક્ષાબેન વસાણીને ડેપ્યુટી મેયર તરીકે, પરેશ પીપળીયાને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે, હિરેન ખીમાણીયાને શાસક પક્ષના નેતા તરીકે અને સંજયસિંહ રાણાને દંડક તરીકે નિમણુંક કરવામાં આવી છે. મનપાના વાહનનો ખર્ચ 70% ઘટાડવાની જાહેરાત નવનિયુક્ત મેયર નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, નાનપણથી જ મારા પિતાને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. પક્ષે મને જવાબદારી આપી છે તે માટે મારા માતા-પિતાનાં ચરણમાં વંદન કરું છું. ગુજરાતના પનોતા પુત્ર સ્વ વિજય રૂપાણી અને અંજલિબેનને પણ યાદ કરીને તેમના સ્નેહ અને પ્રેમની અપેક્ષાએ જવાબદારી સંભાળીશ. ઘણું કરવાનું છે અઢી વર્ષ રાજકોટની જનતા ભાજપ પાસે જે અપેક્ષા રાખી રહી છે તે પુરી કરવાનો પ્રયાસ કરીશું. આ માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા છે. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન મોદીએ યુદ્ધના કારણે કરકસરનાં પગલાં લેવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી સાહિતનાએ પણ વિવિધ પગલાં લીધા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વાહનનો ખર્ચ 70 ટકા ઘટાડવાની જાહેરાત કરું છું અને કોઈ લાંબો સમય પસાર કરવો નથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવ્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજકોટનાં વિકાસ માટે કામ શરૂ કરીશું. અંજલીબેને 'વિજય' તિલક કરી પીઠ થાબડી રાજકોટના નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લએ પદભાર સંભાળતાની સાથે સ્વ.વિજય રૂપાણીના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. ડો.નેહલ શુક્લએ સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને મળીને આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં અંજલીબેન રૂપાણીએ નવી જવાબદારી માટે ડો.નેહલ શુક્લને 'વિજય' તિલક કરીને તેની પીઠ થાબડી પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત સાથે જ રાજકોટના રાજકારણમાં શુક્લ તેમજ રૂપાણી પરિવારનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. શહેરમાં પહેલા ટિકિટ મેળવવા અંગે અને હવે સીધા મેયર પદ સુધીની સફરને લઈને ભારે ચર્ચાઓ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. RSSમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે રાજકોટના 23માં મેયર તરીકે સ્વ.ચીમનભાઈ શુકલાના પુત્ર નેહલ શુકલાની નિમણુંક કરવામાં આવી છે. ડો. નેહલ શુકલાએ Ph.D સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સંઘ પરિવારમાંથી આવતા હોવાથી તેઓ RSSમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે. યુવાવસ્થામાં ABVPથી કારકિર્દી શરૂ કરી હતી જેમાં 1995 દરમિયાન રાજકોટના સહમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. 2005થી સક્રિય સભ્ય તરીકે ભાજપ સાથે જોડાયેલા છે જેમાં તેમને 2012થી 2016 સુધી ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી આ પછી 2016થી 2020 ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન જસદણ વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી હતી. 20 વર્ષ સિન્ડિકેટ સભ્ય અને એકેડેમિક કાઉન્સિલ સભ્ય તરીકે જવાબદારી નિભાવી જયારે ઉત્તરાખંડની ચૂંટણીમાં પણ તેઓએ સિતારગજ અને કીરછા બેઠકના ઇન્ચાર્જ રહ્યા હતા. રાજકોટ મહાનગર પાલિકામાં સતત બીજી ટર્મ તેઓ કોર્પોરેટર પદે ચૂંટાઈ આવ્યા છે જેમાં પાછલા 5 વર્ષ તેઓ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યં છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી 2002માં માત્ર 24 વર્ષની ઉંમરે સિન્ડિકેટ સભ્યે ચૂંટાયા હતા અને સતત 20 વર્ષ સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાઈ એકેડેમિક કાઉન્સિલ સભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી. તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્ય તરીકે 10 વર્ષ કાર્ય કરી ચુક્યા છે. રાજકોટ મનપાના અત્યાર સુધીના મેયર (1) રમેશભાઈ છાયા (2) અરવિંદભાઈ મણિયાર (3) અરવિંદભાઈ મણિયાર (4) વજુભાઇ વાળા (5) વિનોદભાઈ શેઠ (6) વજુભાઇ વાળા (7) ભાવનાબેન જોશીપુરા (8) વિજયભાઈ રૂપાણી (9) ઉદયભાઈ કાનગડ (10) ગોવિંદભાઇ સોલંકી (11) મંજુલાબેન પટેલ (12) અશોકભાઈ ડાંગર (13) મનસુખભાઇ ચાવડા (14) ગૌરીબેન સિંધવ (15) ધનસુખ ભંડેરી (16) સંધ્યાબેન વ્યાસ (17) જનકભાઈ કોટક (18) રક્ષાબેન બોળીયા (19) ડો. જૈમનભાઈ ઉપાધ્યાય (20) બીનાબેન આચાર્ય (21) ડો. પ્રદિપભાઈ ડવ (22) નયનાબેન પેઢડિયા (23) ડો. નેહલભાઈ શુક્લ
    Click here to Read More
    Previous Article
    કોંગોથી આવેલા વડોદરાના ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ:આરોગ્ય વિભાગે કહ્યું- ગભરાવાની જરૂર નથી, નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું
    Next Article
    સાબરકાંઠા-અરવલ્લીને મળ્યા 32 નવા BSNL ટાવર:સાંસદની રજૂઆત બાદ ગુજરાતમાં કુલ 94 ટાવર મંજૂર; મોબાઈલ નેટવર્કની સમસ્યા હલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment