Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બકરી ઈદની ઉજવણી:ચિસ્તીયા જામા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, મુસ્લિમ સમાજને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી, સમાજમાં ભાઈચારો, શાંતિ, એકતા, માનવ સેવાનો સંદેશ આપ્યો

    2 days ago

    વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ચિસ્તીયા જામા મસ્જિદ ખાતે બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ની શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મસ્જિદ ખાતે એકત્રિત થયા હતા અને ઈદ-ઉલ-અઝહાની વિશેષ નમાજ અદા કરી હતી. નમાજ બાદ મસ્જિદના મૌલવી દ્વારા સમગ્ર દેશવાસીઓ તેમજ મુસ્લિમ સમાજને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે સમાજમાં ભાઈચારો, શાંતિ, એકતા અને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. બકરી ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા. બાળકો, યુવાનો અને વડીલોમાં પણ તહેવારને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ચિસ્તીયા જામા મસ્જિદ ખાતે યોજાયેલી ઈદ-ઉલ-અઝહાની ઉજવણીમાં ભક્તિ, ભાઈચારો અને સૌહાર્દનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યાં સમાજના લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી તહેવારની આનંદમય ઉજવણી કરી હતી. જામા મસ્જિદના મૌલવી મુફ્તી અબ્બાસ સાહેબ એ જણાવ્યું હતું કે, આજે ઇદ-ઉલ-અઝહાનો મુબારક દિવસ છે. હું આ મુબારક દિવસ પર તાંદલજા, વડોદરા સ્થિત ચિશ્તીયા જામા મસ્જિદના તમામ નમાઝીઓ અને કમિટીના સભ્યો વતી હિન્દુસ્તાનના તમામ લોકોને ઇદની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું. હું આશા રાખું છું કે આગામી દિવસો પણ આ જ રીતે શાંતિ અને ભાઈચારા સાથે સંપન્ન થશે. તાંદલજા જે.પી. રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી પણ અમને ખૂબ જ સારો સાથ-સહકાર મળ્યો છે, જે બદલ તેમનો આભાર. હું તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ પોતપોતાની જગ્યાએ પૂરી શાંતિ, કાયદા વ્યવસ્થા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તહેવાર મનાવે અને ખુશીઓ વહેંચે.
    Click here to Read More
    Previous Article
    વાપી મનપાના મેયર તરીકે દક્ષાબેન પટેલની નિમણૂક:ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, કારોબારી અધ્યક્ષ સતીશ પટેલ; જુઓ મનપાના હોદેદ્દારોનું ફોટો સાથેનું લીસ્ટ
    Next Article
    જિલ્લા સ્વાગતમાં 99 પ્રશ્નો રજૂ થયા:વિજાપુર-હિંમતનગરને જોડતાં દેરોલ બ્રિજ પાસે જામેલા રેતીના થર દૂર કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment