Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા સ્વાગતમાં 99 પ્રશ્નો રજૂ થયા:વિજાપુર-હિંમતનગરને જોડતાં દેરોલ બ્રિજ પાસે જામેલા રેતીના થર દૂર કરો

    2 days ago

    ગુરુવારે કલેકટર કચેરી ખાતે યોજાયેલા મહેસાણા જિલ્લાના સ્વાગત કાર્યક્રમમાં દબાણ, વિજાપુર-હિંમતનગરને જોડતા દેરોલ બ્રિજ પાસે જામેલા રેતીના થર દૂર કરવા, ઓએનજીસીમાં સંપાદન થયેલી જમીનના વળતર અંગે અને મોટાભાગના ડીઆઈએલઆર કચેરીને લગતા મળી કુલ 99 જેટલા પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરાયા હતા. કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને અધિક કલેક્ટર જશવંત જેગોડા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ વડનગર મામલતદાર કચેરીમાંથી જાતિનો દાખલો મેળવવા માટે મહિલા અરજદારના પ્રશ્નના જવાબમાં શૈક્ષણિક પછાત વર્ગના પ્રમાણપત્ર માટે અરજદાર પાસે જરૂરી પુરાવા ન હોય જિલ્લા સમાજ અધિકારી પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી દાખલો કાઢી આપવામાં આવશેનું વડનગરના મામલતદારે જણાવ્યું હતું. વોરંટની સમયસર બજવણી ન કરાતી હોવાના પ્રશ્ન મામલે જિલ્લાના પોલીસ વડા દ્વારા સજા વોરંટના આરોપી ઠાકોર વિક્રમજી હાલ વડનગરના સુંઢિયા ખાતે રહેતા નથી અને રાજપીપળા રહેતા હોવાથી વારંવાર તપાસ કરવા છતાં પણ મળી આવ્યા નથી અને જો મળી આવશે તો કોર્ટમાં રજૂ કરીશુંનો જવાબ અપાયો હતો. કહોડા ગામે સર્કલ ઉપર થયેલા દબાણોના રાફડા અંગે ઊંઝાના TDOએ કોર્ટ દ્વારા યથાવત પરિસ્થિતિ રાખવાનો હુકમ કર્યો હોવાનો જવાબ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બકરી ઈદની ઉજવણી:ચિસ્તીયા જામા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, મુસ્લિમ સમાજને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી, સમાજમાં ભાઈચારો, શાંતિ, એકતા, માનવ સેવાનો સંદેશ આપ્યો
    Next Article
    Karnataka CM News Live Updates: As Siddaramaiah resigns today, D K Shivakumar set to take over as CM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment