Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપાના મેયર તરીકે દક્ષાબેન પટેલની નિમણૂક:ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, કારોબારી અધ્યક્ષ સતીશ પટેલ; જુઓ મનપાના હોદેદ્દારોનું ફોટો સાથેનું લીસ્ટ

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, પરંતુ હવે 'મેયર' પદ માટે ખરો ખેલ શરૂ થયો છે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આજે બીજા તબક્કાવારમાં વાપી મનપામાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 52 પૈકી 41 BJP પાસે, 11 બેઠક કોંગ્રેસ પાસે વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે. વાપી મનપામાં હવે પ્રથમ ટર્મના મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેનના નામો જાહેર થઈ ગયા છે. વાપી મનપા મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, કારોબારી અધ્યક્ષ સતીશ પટેલ, દંડક સુનીતાબેન તિવારી અને પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલની નિમણૂક થઈ છે. ઉલ્લેખનીય છે કે, વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. કુલ 52 બેઠકમાંથી ભાજપના ખાતામાં 37 બેઠક ગઈ હતી, જ્યારે કોંગ્રેસને 11 બેઠક મળી હતી અને 4 અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. જોકે બાદમાં અપક્ષ પેનલે ભાજપનો ખેસ ધારણ કરતા ભાજપની સંખ્યા વધીને 41 પર પહોંચી ગઈ છે, જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠક યથાવત્ રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજે વડોદરા-રાજકોટ સહિત 6 મનપાના પદાધિકારીઓના નામ જાહેર:15માંથી 14 મનપાના હોદ્દેદારોના નામ જાહેર પણ પાટીલ-સંઘવીના સુરતમાં પેચ ફસાયો, મેયર પદ માટે ભારે લોબિંગ
    Next Article
    વડોદરામાં બકરી ઈદની ઉજવણી:ચિસ્તીયા જામા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, મુસ્લિમ સમાજને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી, સમાજમાં ભાઈચારો, શાંતિ, એકતા, માનવ સેવાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment