Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વડોદરા-રાજકોટ સહિત 6 મનપાના પદાધિકારીઓના નામ જાહેર:15માંથી 14 મનપાના હોદ્દેદારોના નામ જાહેર પણ પાટીલ-સંઘવીના સુરતમાં પેચ ફસાયો, મેયર પદ માટે ભારે લોબિંગ

    2 days ago

    ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મનપાના પદાધિકારીઓની વરણી શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી. જ્યારે આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, આણંદ-કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે. ભાજપ દ્વારા આમ હવે 15માંથી 14 મનપાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સુરતના નામો જાહેર કરવામાં પરસેવો છૂટી ગયો છે. જો કે સી.આર, પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 12 વાગવા છતાં મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા નથી. હરિફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું છે. આ પણ વાંચો: 8 મનપાના 26મીએ જાહેર થયેલા મેયર સહિતના પદાધિકારીઓની ફોટો સાથેની યાદી રાજકોટ મહાનગર પાલિકામાં 76 દિવસ પદાધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે. આજે રાજકોટને 23માં મેયર, 35માં ડેપ્યુટી મેયર અને 35માં સ્ટેન્ડિંગ ચેરમેન મળ્યા છે. રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણુંક માટે આટલું વિલંબ ક્યારેય નથી થયો. આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરી ચીમનભાઈ શુકલા(પૂર્વ સાંસદ)ના પુત્ર નેહલ શુકલાએ બાજી મારી છે. નેહલ શુકલાએ છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપી હતી અને પોતે આખરી કલાકોમાં મેન્ડેટ મેળવ્યું હતું. એ જ રીતે આજે મેયર પદ પર પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોબિંગને તોડી દઈ મેયર તરીકે પોતાનું નામ ફાઇનલ કરાયું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન નીખિલભાઈ ચાંપાનેરી, દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા અને પક્ષના નેતા પિન્ટુબેન અસાણીયાની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા શહેરમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મેયર તરીકે ગીતાબહેન મકવાણાની નિયુકિત કરવામાં આવી છે. વડોદરાના 31માં મેયર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. સામાન્ય સભામાં તમામ ચૂંટાયેલા સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા. 20 વર્ષ બાદ વડોદરા શહેરને એસ.સી મેયર મળ્યા છે. વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનની વરણી બાદ એવી ચર્ચા છે કે, તમામની વરણીમાં સંગઠનનો હાથ ઉપર રહ્યો છે. આણંદ-કરમસદ મનપાના પ્રથમ મેયર પદે દિપીકાબેન પટેલની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી છે. ડે. મેયરના પદે કમલેશ ડાભી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે મયુર સુથારની નિયુક્તિ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન પછી ઓમાનને ટ્રમ્પની ધમકી:કહ્યું- હોર્મુઝ પર કોઈનો કંટ્રોલ સહન નહીં કરીએ, ઉડાવી દઈશું; મને ચૂંટણીની પરવા નથી
    Next Article
    વાપી મનપાના મેયર તરીકે દક્ષાબેન પટેલની નિમણૂક:ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, કારોબારી અધ્યક્ષ સતીશ પટેલ; જુઓ મનપાના હોદેદ્દારોનું ફોટો સાથેનું લીસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment