Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપી ફરાર થઈ ગયો‎:પોક્સો કેસની ભોગ બનનાર યુવતી વાઘપુર ગામેથી મળી

    2 days ago

    પ્રાંતિજ પોલીસે બે મહિનાથી ગુમ અને ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ હેબિયસ કોર્પસ પિટિશન તેમજ પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસની ભોગબનનાર યુવતીને પ્રાંતિજના વાઘપુર ગામની સીમમાંથી શોધી કાઢી હતી. સાબરકાંઠા એસ.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓ તેમજ ભોગ બનનારને શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાને હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર અને રામસિંહે સરસ્વતી (પાટણ) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ નોંધાયેલા ગુનાનાઓ આરોપી અને ભોગબનનાર યુવતી વાઘપુર ગામની સીમમાં હોવાની મળેલ બાતમી મળતાં ભોગ બનનાર યુવતીને શોધી કાઢી હતી. મહિલા પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી જમવાનું લેવા ગયો છે, પરંતુ તે હાથ લાગ્યો ન હતો. પ્રાંતિજ પોલીસે યુવતીને સુરક્ષિત લાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મસાલાની પીચકારીથી દીવાલો ગંદી થઈ હતી:મણિનગરના અંડરબ્રિજની દીવાલોને રંગરોગાન કરાયું
    Next Article
    પાણી,ડ્રેનેજ-સ્ટોર્મ વોટરની નવી લાઈનો નાખવા તંત્રનું આયોજન:મણિનગર અને ઈન્દ્રપુરી વોર્ડમાં પાણી અને ડ્રેનેજની સમસ્યા ઉકેલવા1.20 કરોડ ખર્ચાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment