Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખીમરાણામાં કોંગ્રેસ આગેવાને દારૂ ભરેલી ગાડી પકડી:પોલીસની કામગીરી સામે ગ્રામજનોનો રોષ

    5 days ago

    જામનગર નજીક ખીમરાણા ગામે કોંગ્રેસ આગેવાન અને સામાજિક કાર્યકર દેવરાજભાઈ ગોહિલે દારૂની હેરાફેરી કરતી એક ગાડી પકડી પાડી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો એક સામાજિક કાર્યકર દારૂ ભરેલી ગાડી પકડી શકતા હોય, તો સ્થાનિક પોલીસને આવા ગેરકાયદેસર ધંધાની જાણ હોવા છતાં કોઈ કડક કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી. સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, "બુટલેગરો દ્વારા ગામમાં ભય અને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. તેઓ કોઈ પણ જાતના ડર વગર ખુલ્લેઆમ દારૂનો વેપાર ચલાવી રહ્યા છે." આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તત્વો અને નિષ્ક્રિય પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પ્રબળ માગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના દરિયામાંથી 200 કરોડનું કોકેઈન ઝડપાયું:જહાજ પરથી અંદાજિત 110 કિલો ડ્રગ્સ મળ્યું, ગુજરાત ATS-કોસ્ટગાર્ડનું ઓપરેશન
    Next Article
    ભરૂચના નંદેલાવમાં ગેસ કટર સિલિન્ડરમાં આગ:ફાયરની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment