Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના દરિયામાંથી 200 કરોડનું કોકેઈન ઝડપાયું:જહાજ પરથી અંદાજિત 110 કિલો ડ્રગ્સ મળ્યું, ગુજરાત ATS-કોસ્ટગાર્ડનું ઓપરેશન

    5 दिन पहले

    ગુજરાતના જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની ટીમે કચ્છના દરિયામાં એક જહાજ પરથી 110 કિલો કોકેઈન ઝડપી પાડ્યું છે. જેથી અંદાજિત બજાર કિંમત 200 કરોડ રૂપિયા થવા જાય છે. FSLની ટીમ પણ હાલ તપાસમાં જોડાઈ છે. ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો યુરોપથી દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ સાથે કેટલાક શકમંદો મળી આવતા તેને અટકમાં લઈ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ જથ્થો કોને મોકલ્યો છે અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. ગુજરાત ATS બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગત જાહેર કરશે. આ સમાચાર પણ વાંચોઃ વાપીમાં સ્ક્રેપના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ક્લીન’ અંતર્ગત વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક કોંગ્રેસનો સક્રિય કાર્યકર મેહુલ નલિન મકવાણા છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે રૂ. 6 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    'દેશ કંગાલ હોને વાલા હૈં':ભારતનું સોનુ વિદેશ વેચવામાં આવશે, આર્થિક સંકટથી બચાવવા નીકળ્યો મનોજ બાજપેયી; 'ગવર્નર'નું ટ્રેલર રિલીઝ
    Next Article
    ખીમરાણામાં કોંગ્રેસ આગેવાને દારૂ ભરેલી ગાડી પકડી:પોલીસની કામગીરી સામે ગ્રામજનોનો રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment