Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત શહેરમાં ગરમીનો ભારે પ્રકોપ:અસહ્ય બફારા સામે પંખા-કૂલર પણ ફેલ, ઘર કે ઓફિસની બહાર નીકળતા જ લોકો પરસેવાથી રેબઝેબ

    5 दिन पहले

    મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડાયમંડ સિટી સુરતમાં અસહ્ય ગરમી અને ભારે ઉકળાટે લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો કર્યો છે. આજે મંગળવારે સુરત શહેરમાં મહત્તમ તાપમાન 35.8° અને લઘુત્તમ તાપમાન 28.6° નોંધાયું હતું. જો કે, સામાન્ય રીતે આ તાપમાન સામાન્ય લાગી શકે છે, પરંતુ પવનની બદલાયેલી દિશા અને વાતાવરણમાં ભેજનું ઊંચું પ્રમાણ આકરી ગરમીનું અસલી કારણ બન્યું છે. વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ વધીને 72 ટકા જેટલું ઊંચું નોંધાયું શહેરમાં આજે સવારથી જ અસહ્ય બફારો અને ઉકળાટનો માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે લોકો ઘર કે ઓફિસની બહાર નીકળતા જ પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. આજે સવારથી બપોરના સમય સુધીમાં વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ વધીને 72 ટકા જેટલું ઊંચું નોંધાયું હતું. દરિયાઈ પટ્ટી નજીક હોવાના કારણે હવામાં આટલી મોટી માત્રામાં ભેજ ભળતા 'ફીલ્સ લાઈક' તાપમાન વાસ્તવિક પારો કરતાં ઘણું વધારે અનુભવાઈ રહ્યું છે. આ જ કારણ છે કે પારો ભલે 36 ડિગ્રીની આસપાસ હોય પણ અહેસાસ 40 ડિગ્રીથી પણ વધુ આકરી ગરમી જેવો થઈ રહ્યો છે. પંખા કે કૂલરની હવા પણ લોકોને ગરમીથી પૂરતી રાહત આપી શકી ન હતી આજે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આશરે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમો પવન ફૂંકાયો હતો. પવનની ગતિ ઓછી હોવાને કારણે પંખા કે કૂલરની હવા પણ લોકોને ગરમીથી પૂરતી રાહત આપી શકી ન હતી. બપોરના સમયે રસ્તાઓ પર ટ્રાફિક પ્રમાણમાં ઓછો જોવા મળ્યો હતો અને લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. રાહતની વાત માત્ર એટલી છે કે, આ આકરા ઉકળાટ વચ્ચે પણ સુરતનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 78 નોંધાયો છે, જે 'સંતોષજનક' શ્રેણીમાં આવે છે. જો કે, હવામાન વિભાગ દ્વારા હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું જણાવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે બફારો અને ગરમી યથાવત રહેવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ત્રાપજ-અલંગ હાઇવે પર ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો:સરકારની 200 લીટરની જાહેરાત છતાં પૂરતો જથ્થો ન મળતા વાવણી ટાણે મુશ્કેલી
    Next Article
    કુંભારવાડા મિલની ચાલીમાં વીજપોલનો વાયર બળ્યો:પાવરના ધાંધિયાથી લોકોના કિંમતી ઉપકરણો ખાખ, PGVCL સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment