Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રાપજ-અલંગ હાઇવે પર ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો:સરકારની 200 લીટરની જાહેરાત છતાં પૂરતો જથ્થો ન મળતા વાવણી ટાણે મુશ્કેલી

    5 दिन पहले

    ભાવનગર જિલ્લાના ત્રાપજ-અલંગ હાઇવે પર આવેલા પેટ્રોલપંપો પર ડીઝલની તીવ્ર અછત સર્જાતાં સ્થાનિક ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોમધખતા તાપમાં કલાકો સુધી અને રાત-દિવસ લાઈનોમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું ડીઝલ મળી રહ્યું નથી. સરકારે ખેડૂતોને કથિત રીતે પ્રતિ ખાતેદાર 200 લીટર ડીઝલ આપવાની જાહેરાત કરી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાવણીના આ મહત્વના સમયે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. અઠવાડિયે માંડ ડીઝલ આવ્યું, તે પણ મર્યાદિત જથ્થામાં ખેતીની સિઝન બરાબર ખીલી રહી છે ત્યારે જ સર્જાયેલી ડીઝલની કટોકટીએ જગતના તાતની ચિંતા વધારી દીધી છે. મણાર ગામના ખાતેદાર ખેડૂત પ્રવીણભાઈ ભટ્ટે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મારે મણાર, વારાપરા અને અલંગ એમ ત્રણ ગામોમાં ખેતીની જમીન આવેલી છે. અત્યારે હાઇવે પરના પંપ પર માંડ અઠવાડિયે ડીઝલનો જથ્થો આવ્યો છે. સરકાર ભલે 200 લીટર ડીઝલ આપવાની વાતો કરતી હોય, પરંતુ અહીં અમને માત્ર ₹1500 સુધીનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે. તેના માટે પણ અમારે આખો આખો દિવસ લાઈનોમાં ઉભા રહીને રઝળપાટ કરવો પડે છે. વાવણીનો સમય નજીક આવતા ખેડૂતો મુંઝાયા પૂરતું ઇંધણ ન મળવાને કારણે ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો થંભી ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, અત્યારે ખેતરોના જૂના પાળા સરખા કરીને વાવણી માટે જમીન તૈયાર કરવાનો અને શાહ પાડવાનો અતિ મહત્વનો સમય આવી ગયો છે. જો સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી પાછી ઠેલાઈ જવાની ભીતિ છે. ખેતીના મુખ્ય કામકાજ વચ્ચે જ પેટ્રોલપંપો પર લાગતી આ લાંબી કતારોએ ખેડૂતોની મુશ્કેલીઓ બેવડાવી દીધી છે, જેથી તંત્ર આ બાબતે વહેલી તકે યોગ્ય પુરવઠો પૂરો પાડે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાન બોર્ડરે અમિત શાહે દૂરબીનથી પાકિસ્તાન જોયું:બે લડાઈવાળી ઐતિહાસિક સાંચુ પોસ્ટ પર દોઢ કલાક રોકાયા, જવાનો સાથે નાસ્તો કર્યો
    Next Article
    સુરત શહેરમાં ગરમીનો ભારે પ્રકોપ:અસહ્ય બફારા સામે પંખા-કૂલર પણ ફેલ, ઘર કે ઓફિસની બહાર નીકળતા જ લોકો પરસેવાથી રેબઝેબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment